મ્યુનિ.માં બદલીઓની લહેર
Updated on 17-01-2025 12:42
28 અધિકારીઓની એકસાથે બદલી થઈ.

થોડા જ સમય પહેલા મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીમાંથી આવેલા નિર્ણયનું પાલન જોવા મળી રહ્યું છે. 20 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તથા 8 ડેપ્યુટી હેલ્થ ઓફિસરની બદલી કરવામાં આવી.
અગાઉ મ્યુનિ.માં થયેલા ભરતી કૌભાંડ અને ઘણી અન્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખી સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય લીધો હતો કે એક જ જગ્યા પર 3 વર્ષથી વધુ ફરજ બજાવનાર મ્યુનિ.ના અધિકારી સહિતના લોકોની બદલી કરવામાં આવશે.
આ નિર્ણય બાદ હાલ તેનો અમલ જોવા મળી રહ્યો છે. જ્યાં 28 અધિકારીઓ બદલી કરવામાં આવી છે.
મોટા ભાગે પૂર્વમાં ફરજ બજાવતા અધિકારીઓની પશ્ચિમમાં બદલી એન પશ્ચિમમાં ફરજ બજાવતા અધિકારીઓની પૂર્વમાં બદલી કરવામાં આવી છે.
બદલી કરાયેલ અધિકારીઓને 6 વર્ષ સુધી તેમની અગાઉની ફરજ પર મૂકવામાં નહીં આવે.
બદલી પાછળનું એક તર્ક એવો છે કે લાંબા સમયથી એક જગ્યા પર ફરજ બજાવતા લોકો ભ્રષ્ટાચારમાં સંડોવાય છે અને નેટવર્ક ઊભું કરે છે.
2019માં ભરતી કરાયેલ આસિસ્ટન્ટ કમિશનરોની બદલી સાગમટે કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી તેઓ સેન્ટ્રલ ઓફિસ, વિઝિલન્સ, AMC મેટ, હોસ્પિટલ, પબ્લિસિટી જેવા વિભાગોનો સ્વતંત્ર હવાલો માંગતા હતા. પરંતુ તેઓ 3 વર્ષથી વધારે એક જ જગ્યા પર ફરજ બજાવતા હતા માટે તેઓની બદલી કરાઈ છે. તેવું તારણ આપ્યું છે.
અધિકારીઓમાં કેલ્વિન કાપડિયા, રાહુલ શાહ, પંકજ ભૂત, પૃથ્વીરાજ ઝાલાની ફરજની નજીક જ બદલી કરાઈ છે. જ્યાં આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનર વિશાલ ખનામા, રમ્ય ભટ્ટ, સૌરભ પટેલ, તેજસ ભંડારીની બદલી થઈ નથી. જેથી કમિશનરના વ્હાલાઓની બદલી નથી થઈની વાતો વેગમાં છે.
ઇજનેર વિભાગમાં લાંબા સમયથી પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવતા ઋષિ પંડયાને પૂર્વ ઝોનમાં જ્યારે રાજેશ રાઠવાને પશ્ચિમ ઝોનમાં મુકાયા.