"ડસ્ટ ફ્રી" રસ્તાનું ઉદાહરણ બનશે S.G હાઇવે!
પાયલોટ પ્રોજેક્ટ માટે ઇસ્કોનથી પકવાન પર કામ શરૂ.
.png)
અમદાવાદનો એસ.જી હાઇવે "ડસ્ટ ફ્રી" બનશે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન!
શહેરના પોશ વિસ્તાર એસ.જી હાઇવેનો સરખેજથી લઈ ગાંધીનગર સુધીનો પૂરો માર્ગ ડસ્ટ ફ્રી બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે.
.png)
જે પ્રોજેક્ટના પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાલ એસ.જી હાઇવેના ઇસ્કોન જંકશનથી પકવાન સર્કલ સુધીના રસ્તાને ડસ્ટ ફ્રી રોડ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. જ્યાં લગભગ 8 મહિનાના સમયગાળામાં વોલ-ટુ-વોલ કામ પૂરું થશે. જ્યાં મેઇન રોડ અને સર્વિસ રોડની વચ્ચેની જગ્યામાં ગાર્ડન, વોક-વે, કેફેટેરિયા અને પાર્કિંગની સુવિધા કરવામાં આવશે.
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા દાવો કરવામાં આવ્યો છે, કે સફેદ શર્ટ પહેરીને નીકળ્યા તો પણ શર્ટની ચમક નહીં ઘટે એવો ડસ્ટ ફ્રી રસ્તો બનશે.
પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 1 KMનો રસ્તો તૈયાર કરવામાં આશરે 25થી 30 લાખ રૂપિયાનો ખર્ચ થશે. ધૂળ વાળા રસ્તાથી બચવા પહેલી વાર આ પ્રકારનો પ્રોજેક્ટ અમદાવાદમાં હાથ ધરાયો છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ એરપોર્ટ વિસ્તારને જે રીતે આઇકોનીક રોડ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. તે મુજબ એસ.જી હાઇવેને પણ આઇકોનીક રોડ તરીકે ડેવેલપ કરાશે.
પ્રથમ તબ્બકાની શરૂઆત થઈ ગઈ છે. એક પછી એક હાઇવેનો સમગ્ર રોડ આવરી લેવામાં આવશે અને એસ.જી હાઇવે ટૂંક સમયમાં ડસ્ટ ફ્રી બનશે.
એસ.જી હાઇવેને ડસ્ટ ફ્રી બનાવવાનો આ પ્રોજેક્ટ ઔડા, ગુડા અને નેશનલ હાઇવે ઓથોરીટી સાથે મળીને પૂરો કરશે.