મસાજ કરવા આવતા લોકોથી સાવધાન!
Updated on 16-01-2025 15:28
વસ્ત્રાપુરમાં NRI વૃદ્ધની હત્યા બાદ ચોરી કરી.

વસ્ત્રાપુરમાં NRI વૃદ્ધની હત્યા અને ત્યાર બાદ ચોરી.
મૂળ વતન કરમસદના વૃદ્ધ દંપતી કનૈયાલાલ ભાવસાર (ઉં-75) અને વર્ષાબેન વર્ષોથી કેનેડામાં સ્થાયી હતા. 12 જાન્યુઆરીએ કનૈયાલાલ ઈન્ડિયા આવ્યા હતા. જ્યાં વસ્ત્રાપુરના મોહિની ટાવરમાં તેઓ રોકાયા હતા.
13 તારીખની રાત સુધી તેઓ વર્ષાબેનનો ફોન ઊપાડતા ન હતા. જેથી વર્ષાબેને પોલીસને જાણ કરી હતી.
પોલિસે ઘરે જઈ તપાસ કરી તો કનૈયાલાલ મૃત હાલતમાં મળી આવ્યા હતા.
પોલિસે મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું. જ્યાં રિપોર્ટ મુજબ ગળું દબાવીને કોઈએ હત્યા કરી છે. તેવું કારણ જાણવા મળ્યું.
મોહિની ટાવર વિસ્તારમાં લાગુ પડતાં પોલીસ સ્ટેશન અને ઝોન-1 એલસીબીની ટીમને સીસીટીવી તપાસના આધારે જાણવા મળ્યું કે તે દિવસે તેમના ઘરે બપોરે મસાજ કરવા માટે નીલોફર ઉર્ફે હિના અકબરઅલી શેખ (ઉં. 34) આવી હતી.
વૃદ્ધ જ્યારે પણ અમદાવાદ આવતા હતા. ત્યારે તેઓ નીલોફરને જ મસાજ માટે બોલાવતા હતા. નીલોફર તેઓને જાણતી થઈ ગઈ કે તેઓ એકલા હોય છે તથા ઘરમાં દાગીના જેવી કીમતી વસ્તુઓ પણ છે. જ્યાં 13 તારીખે આ વાતનો લાભ લઈ નીલોફરે તેના પતિ સાથે કાવતરું ઘડ્યું અને મોત તથા ચોરીને અંજામ આપ્યો.
બધુ તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે જે દિવસે હત્યા થઈ તે દિવસે ફ્લેટના આસપાસ નીલોફર અને તેના 29 વર્ષીય પતિ આનંદ ઠાકોરની ચહલ-પહલ જોવા મળી હતી. જે મેમનગરમાં રહેતા હતા.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા પુરવાર થતાં તેઓની ધરપકડ કરાઈ હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે દાગીના તથા 3 મોબાઈલ ફોનની પણ ચોરી કરી હતી. અને ચોરીનો શક ન જાય તે રીતે તોડફોડ કર્યા વગર ચોરી કરી હતી. ચોરીના હેતુથી જ હત્યા કરી હોવાનું સામે આવ્યું.