અમદાવાદ ફ્લાવર-શો 2025ની તૈયારીઓ શરૂ!
આ વર્ષે જોવા મળશે આઇકોનીક સ્કલ્પચર્સ.
અમદાવાદમાં ડીસેમ્બર-જાન્યુઆરી મહિનો આવતા જ જાહેર જનતા માટે વિવિધ આયોજનોની તૈયારીઓ શરૂ થઈ જાય! પછી તે બૂક ફેસ્ટિવલ હોય, પતંગ ઉત્સવ હોય કે શહેર માં ખુશ્બુ ફેલાવતો ફ્લાવર-શો!
મ્યુનિ.ના જણાવ્યા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લાવર-શોનું આયોજન થનાર છે.
દર વખતની જેમ આ વખતે પણ આ શોની મજા માણવા લાખોની સંખ્યામાં લોકો આવશે. અને નયનરમ્ય ખુશ્બુદાર ફૂલોની મહેક માણશે.
મ્યુનિ.ના જણાવ્યા મુજબ ગત વર્ષના ફ્લાવર-શો પાછળ ₹11 કરોડનો ખર્ચ કરાયો હતો. જ્યાં આ વર્ષેનો ખર્ચ 5થી 6 કરોડ વધારે થશે. આ ફ્લાવર-શો માટેના ટેંડર્સમાં જ માત્ર સ્કલ્પચર તૈયાર કરવા પાછળ ₹10 કરોડથી વધારે ખર્ચ, વિવિધ પ્રકારના ફ્લાવર્સ પાછળ ₹3.50 કરોડથી વધુ તથા અન્ય ખર્ચ એમ કરીને ઓછામાં ઓછો ₹15 કરોડથી વધુનો ખર્ચ થવાની પૂરેપૂરી શક્યતા છે, તેવું મ્યુનિ.નું કહેવું છે.
આ વખત ફ્લાવર-શોની શોભામાં ચાર ચાંદ લગાવવા વિવિધ પ્રકારના ફ્લાવર સ્કલ્પચર તૈયાર કરાશે.
આ વખતના ફ્લાવર-શોમાં આઇકોનીક સ્કલ્પચર જોવા મળશે સાથે સાથે અમદાવાદીઓને એન્ટરેન્સ એલિફન્ટ, કુંગ-ફૂ પાંડા, મરમેઈડ, ગાંધીજીના વાંદરા, હલ્ક, ફાઇટિંગ બુલ, ડોરેમોન, એન્ટ્રેન્સ વોલ, કેનયોન વોલ, ફ્લાવર વોલ સહિતના ફ્લાવર સ્કલ્પચર પણ જોવા મળશે.
આ ફ્લાવર-શોમાં પ્રધાનમંત્રી મોદીની પહેલ એક પેડ માંકે નામ લોકોનું ધ્યાન ખેંચશે.
આ પહેલા ગત વર્ષે અમદાવાદના 11માં ફ્લાવર શૉને લાર્જેસ્ટ ફ્લાવર સ્ટ્રકચર માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. તથા ઈતિહાસમાં સૌ પ્રથમ વખત 221 મીટર ફ્લાવર સ્ટ્ર્ક્ચર બનાવી ચાઇનાનો રેકોર્ડ તોડ્યો હતો. આ વખતે શું નવું હશે! તેની જનતામાં આતુરતા હશે.
આ ફ્લાવર-શો 1લી જાન્યુઆરીથી શરૂ થાય તેવી તૈયારીઓ મ્યુનિ. તરફથી બતવાઇ છે.