3 PSI, 19-પોલીસકર્મીની બદલી!
કે કંપનીમાં નોંધાયા નામ.

અમદાવાદના પોલીસ કમિશનરની પોલીસ વિભાગના નામાંકિત પોલીસકર્મીઓ પર લાલ આંખ.
શહેરના પોલીસ કમિશનરે 3 PSI તથા 19 પોલીસ કર્મચારીઓની બદલી કરી છે. જેમાં 3 PSIની બદલી કે કંપનીમાં કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ કે કંપનીમાં તે લોકોની બદલી થાય છે. જેઓ લાંચ-રિશ્વત કે ગુનેગારો પર રહેમ નજર રાખતા હોય.
તથા 19 પોલીસ કર્મચારીઓના અન્ય વિભાગોમાં તબદલા કરાયા છે.
થોડા દિવસ પહેલા બાપુનગરમાં અસામાજિક તત્વો હથિયારો સાથે રોડ પર આવી ગયા હતા અને પોલીસને ભગાડી હતી. ત્યાર બાદ પીસીબીએ થોડા દિવસ પહેલા જ 3192 બોટલ દારૂ પકડ્યો હતો.
આ તમામ બાબતો ધ્યાનમાં રાખી કમિશનરે બાપુનગર પોલીસ સ્ટેશનના 2 PSI એન.કે રાજપુરોહિત (ડીસ્ટાફ) તથા પી.આર અમીનની બદલી કરી છે.
આ બદલીમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના PSI એમ.આર બુખારી પણ સામેલ છે. જેઓ પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલમાં હતા. ત્યાંથી તેમની વધુ પડતી ઉમદા ભૂમિકાઓને ધ્યાનમાં રાખી તેમની ચાંદખેડામાં બદલી કરાઇ હતી. અને હવે કે કંપનીમાં નામ નોંધાયું છે.
આ ઉપરાંત અન્ય 19 પોલીસ કર્મચારીઓ જે વહીવટદાર કે પેટા વહીવટદાર તરીકે ભૂમિકા ભજવતા હતા તેઓની પણ સજાના ભાગ રૂપે બદલી થઈ છે.