Explore

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:01 PM
-- °C

24-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ નોમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

07:17 AM
06:01 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78300.00 (-300.00)
Silver ₹ 90200.00 (-2000.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

અમદાવાદમાં છેલ્લા 22 દિવસની અંદર 10 હત્યાઓ!

શહેરમાં વધતા જતા ક્રાઇમરેટ વચ્ચે જનતા કેટલી સુરક્ષિત?

અમદાવાદ શહેરમાં લોકોમાં ઘટતો જતો ભાઈચારો અને અન્ય લોકો પ્રત્યે સમભાવની લાગણીઓના અભાવના કિસ્સા સામે આવી રહ્યા છે. અમદાવાદ જેવા મોટા શહેરમાં જ્યાં 80 લાખથી વધુ લોકો વસવાટ કરે છે, ત્યાં સામાન્ય બોલચાલ, નાના-મોટા ઝગડા સુધી ઠીક હતું; પરંતુ હવે લોકો પોતાના ગુસ્સા અને અહમથી કાબૂ ઘુમાવી રહ્યા છે. 
શહેરમાં છેલ્લા 22 દિવસની અંદર 10 હત્યાના બનાવ બન્યા છે, જે શહેરની સામાન્ય જનતાની સુરક્ષા પર પ્રશ્ન ઊભો કરે છે!

શહેરમાં પોલીસ કે કાયદાની કોઈને બીક રહી નથી તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થાના નામ પર ગુજરાતની સ્થિતિ કથળેલી હાલતમાં

શહેરમાં બનેલા હત્યાના બનાવોમાં એક હત્યા પોલીસકર્મી દ્વારા જ કરવામાં આવી તો ક્યાંક કોઈ હત્યા પોલીસની સામે જ કરવામાં આવી. આવા સંજોગોમાં જનતા સુરક્ષિત છે કે કેમ ? તે મોટો પ્રશ્ન.

છેલ્લા 22 દિવસમાં બનેલ હત્યાના બનાવો!

- બોપલમાં MICA કોલેજના વિધાર્થીની પોલીસકર્મી એ કરી હત્યા. 
- થલતેજમાં NRI જે જમીન દલાલીનું કામ કરતાં હતા, તેમના ભાગીદારે તેમની હત્યા કરી.
- કાગડપીઠમાં બુટલેગર સહિત પાંચ શખ્સોએ બે યુવક પર હુમલા કર્યા જેમાં એકની હત્યા. 
- કાગડાપીઠમાં લૉન્ડ્રીનું કામ કરતાં વ્યાપારીની હત્યા. 
-ખોખરામાં ચાર શખ્સોએ અગાઉના ઝગડામાં તલવારથી યુવકને મોતને ઘાટ ઉતાર્યો.
-વસ્ત્રાલમાં ઘરના ઝગડમાં પિતાએ પુત્રીની હત્યા કરી.
- શહેર કોટડામાં ચાર શખ્સોએ માતાની સામે જ એમ્બ્યુલન્સમાંથી ખેંચી હત્યા કરી. 
-નહેરુનગરમાં જમીન માટેની લાલચે ભત્રીજા દ્વારા સોપારી અપાયીને કાકાની ગોળી મારી કરાઈ હત્યા. 
- મોટેરામાં સમાજના બે જૂથો વચ્ચે અથડામણ 1ની હત્યા.
- વટવામાં પ્રેમિકાએ પુત્ર સાથે મળી પ્રેમીનું ગળું દબાવીને કરી હત્યા.

છેલ્લા 22 દિવસની અંદર અમદાવાદ શહેરમાં 10 હત્યાના બનાવ બન્યા છે.


આ સાથે ચોરી, લૂંટફાટ, મારામારી, દુષ્કર્મ આ ઘટનાઓમાં પણ અમદાવાદની સ્થતિ ગંભીર થતી જાય છે.
શહેરના કાગડપીઠ અને એલિસબ્રિજમાં બનેલ હત્યાની ઘટનામાં એલિસબ્રિજ PI બી.ડી ઝીલરીયા અને કાગડપીઠ PI એસ.એ પટેલ  હત્યા કેસમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ.
અંતે પ્રશ્ન સામન્ય જનતાની સુરક્ષા સામે જ ઊભો થયો છે!  

Published by: Kunal Solanki
Published on: Nov 19, 2024
2 LIKE
SHARE
42 VIEWS

MORE NEWS