અમદાવાદ પોલીસ ભાગી ગઈ ?
લુખ્ખા તત્વોના ત્રાસથી હવે પોલીસ પણ સુરક્ષિત નથી!
ગઈકાલ તારીખ 18 ડિસેમ્બર 2024ની રાત્રે બાપુનગર, ગરીબનગર ચાર રસ્તા પાસે અમદાવાદ પોલીસની સામે પડ્યા લુખ્ખા તત્વો.
મળતી માહિતી મુજબ લુખ્ખા તત્વો છરી અને તલવારો લઈને એક પોલીસની PCR સામે થતા પોલીસકર્મીઓને પીછે હઠ કરવી પડી. ત્યાર બાદ પોલીસ અન્ય PCR વાહનો સાથે આવી ત્યારે આ લુખ્ખા તત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ વિસ્તારમાં અગાઉ પણ આવી ઘટના બનેલી છે. તથા ઘણીવાર આ એરિયામાં લુખ્ખા તત્વોનો ત્રાસ જોવા મળ્યો છે.
આશ્ચર્યની બાબત એ છે કે આ ઘટના બની તેની એકદમ નજીકમાં ACP H-ડિવિઝન કચેરી પણ આવેલી છે.
જો શહેરના પોલીસ તંત્ર પર જ આવું થતું હોય. તો સામાન્ય માણસોની સુરક્ષાનું શું ?
ઘટના બાદ રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયા. જેને પગલે બાપુનગર પોલીસે સમીર ઉર્ફે ચિકના નામના યુવકની અટકાયત કરી, અને અન્ય આરોપીની શોધખોળ શરૂ કરાઇ છે.