અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનનું સફળ પરીક્ષણ
Updated on 17-01-2025 13:40
અમદાવાદથી મુંબઈ ટ્રેનમાં ફક્ત 6.20 કલાકમાં પહોંચાશે.

અમદાવાદ-મુંબઈ વચ્ચે પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનની ટ્રાયલ કરાઇ.
અમદાવાદથી મુંબઈ સરેરાસ 130 કિમીની ઝડપે સવારે 7:30 કલાકે અમદાવાદથી ટ્રેનને રવાના કરાઈ હતી. જે બપોરે 1:50 કલાકે મુંબઈ પહોંચી ગઈ હતી. ત્યાર બાદ 2:45 કલાકે બપોરે મુંબઈથી રવાના થઈ હતી જે રાતે 9 કલાકે અમદાવાદ પહોંચી ગઈ હતી.
16 કોચની વંદે ભારત ટ્રેનનું રાજસ્થાન માટે પરીક્ષણ કર્યા બાદ મુંબઈ માટે સફળ ટ્રાયલ રન કરાયું હતું.
વંદે ભારત ટ્રેનમાં એક કોચમાં 3 ટોયલેટ અને ચોથા ટોયલેટના બદલે પેન્ટ્રીની સુવિધા હશે.

દરેક કોચમાં ઓટોમેટિક દરવાજા, આરામદાયક સીટ, ઓનબોર્ડ વાઇફાઈ, લાઇટ્સની સુવિધા, મોબાઈલ-લેપટોપ માટે ચાર્જિંગ પોઈન્ટની સુવિધા અપાશે.