અમદાવાદના મણિનગર સ્ટેશનની ખરાબ હાલત!
મુસાફરોનો ઘસારો વધ્યો છે! મેન્ટેનેન્સની જરૂર.

અમદાવાદના રેલ્વે સ્ટેશનોની ખરાબ હાલત!
અમદાવાદ મીડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર જ્યારે મણિનગર રેલ્વે સ્ટેશનની મુલાકાત લેવામાં આવી ત્યારે તેની કફોળી સ્થિતિની જાણ થઈ.
હાલ અમદાવાદનું કાલુપુર રેલ્વે સ્ટેશનનું રિ-ડેવલપમેંટ ચાલી રહ્યું છે. આવામાં ઘણી ટ્રેનોને મણિનગર તેમજ વટવા રેલ્વે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી છે.
બંને સ્ટેશનો પર મુસાફરો વધ્યા છે. જેને લીધે સ્ટેશન પર ઘસારો જોવા મળી રહ્યો છે. વળી વટવા સ્ટેશન પર તમામ લોકલ મેમુ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે.
જે માટે આ બંને સ્ટેશનોમાં મુસાફરો માટેની સગવડોની તપાસ અર્થે અમદાવાદ મીડિયાની ગ્રાઉન્ડ ટીમનું રિયાલિટી ચેક

મણિનગર સ્ટેશન
▶ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો.
▶ રિઝર્વેશન બારી બાજુ ઠેર ઠેર કચરાના ઢગલા.
▶ ટોયલેટની હાલત દયનીય.
▶ પીવાના પાણીની હાલત ક્યાંક સારી તો ક્યાંક દયનીય.
▶ ફૂટ ઓવરબ્રિજ પર ગંદકી.
▶ ફૂટ ઓવરબ્રિજના પગથિયાં વાપરવા યોગ્ય નથી. ચઢતી વખતે પડી જવાય તેવા.
▶ પાર્કિંગનો અભાવ છે.
▶ બાજુમાં જ બુલેટટ્રેનનું કામ ચાલુ.
મુખ્યત્વે સ્વચ્છતા અને મેન્ટેનેન્સની ખૂબ જ જરૂર.

વટવા સ્ટેશન
▶ ડેવલપમેન્ટની કામગીરી શરૂ છે.
▶ સ્વચ્છતા જળવાઈ છે.
▶ અમદાવાદ-વડોદરા મેમુ ટ્રેન અહીથી શરૂ કરાઇ
▶ કામગીરી ચાલુ હોવાથી મુસાફરોને થોડી હાલાકી રહેશે.
બંને સ્ટેશનને ચોક્કસ જરૂરિયાતના મેન્ટેનેન્સની જરૂર છે.