ઓવરબ્રિજ નીચેની ખાલી જગ્યાઓ બની સ્પોર્ટ્સ સેન્ટર!
હેબતપુર બ્રિજ નીચે સ્પોર્ટ્સ સેન્ટર બનીને તૈયાર!

શહેરમાં ઓવરબ્રિજની નીચે ખાલી પડેલી જગ્યાનો યોગ્ય ઉપયોગ થાય અને સ્થાનિક જનતાને રમત-ગમત માટે સુવિધા મળી રહે તે માટે AMCનો નવતર પ્રયોગ
અમદાવાદના નક્કી કરાયેલ ઓવરબ્રિજની નીચે ખાલી પડેલી જગ્યાઓમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર ઊભા કરવામાં આવશે.
જેમાં હાલ પ્રાયોગિક ધોરણે સાયન્સ સીટી નજીક આવેલા હેબતપુર સિમ્સ રેલવે ઓવરબ્રિજ નીચે બનેલ સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરનું આવતી કાલે ઉદ્ઘાટન કરવામાં આવશે.
હેબતપુર સીમ્સ રેલવે ઓવરબ્રિજમાં કુલ 11 સ્પાન આવેલા છે જેમાંથી 6 સ્પાનમાં સ્પોર્ટ્સ સેન્ટર તેમજ બાકીના 5 સ્પાનમાં પાર્કિંગ વિકસાવવામાં આવ્યું છે.

ઓવરબ્રિજના કયા સ્પાનમાં કેવી સુવિધા ?
➨ સ્પાન -૧ માં બાસ્કેટ બોલ અને વોલીબોલ જેવી સ્પોર્ટસ એકટીવીટી ગ્રાઉન્ડનું માળખું ઊભું કરાયું છે.
➨ સ્પાન-૨ માં બોક્સ ક્રીકેટ અને ફુટબોલ જેવી સ્પોર્ટસ એકટીવીટી માટે તૈયાર કરાયું છે.
➨ સ્પાન -2 અને સ્પાન -3 ની વચ્ચે સ્ટોર રૂમ અને લેડીઝ અને જેન્ટસ માટે ચેન્જજીંગ રૂમની સુવિધા ઊભી કરાઈ છે.
➨ સ્પાન-૩ માં પીકલ બોલ જેવી સ્પોર્ટસ એક્ટીવીટી પણ ડેવલોપ કરવામાં આવેલ છે.
➨ સ્પાન -૩ અને સ્પાન -૪ ની વચ્ચે એડમીન રૂમ બનાવવામાં આવેલ છે. (આગળના સમયમાં આ સ્પોટ સેન્ટરને મેનેજ કરવા માટે તેમજ વહીવટ કરવા માટે એડમીન રૂમ બનાવવામાં આવ્યો છે)
➨ સ્થાન-૪ અને સ્થાન -૫ માં ઇન્ડોર ગેમ જેવી કે એર હોકી ટેબલ, ટેબલ ટેનીસ, ચેસ બોર્ડ, ફુઝ બોલ ટેબલ, કેરમ બોર્ડ, પુલ ટેબલ, સીટીંગ વ્યવસ્થા અને બાળકો માટેનો એરીયા બનાવવામાં આવ્યો છે.
➨ સ્પાન -૯ માં ફૂડકોર્ટ બનાવવામાં આવેલ છે. તેમજ લેડીઝ અને જેન્ટસ માટે ટોઈલેટ આવેલું છે.
જયારે બાકીના સ્પાનમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે પાર્કીંગની વ્યવસ્થા ઊભી કરાઈ છે.

ઓવરબ્રિજની નીચે આ મુજબ સ્પોર્ટ્સ એરિયા વિકસાવવાનો કુલ ખર્ચ ₹3.50 કરોડ જેટલો છે. જેમાં સ્પોર્ટ માટે જરૂરી સાધન સામગ્રીનો પણ સમાવેશ થયેલ છે.
આવતી કાલે 23 જાન્યુઆરીના રોજ ભારતના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે.
મ્યુનિ.ના આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના અન્ય વિસ્તારોના નક્કી કરેલા ઓવરબ્રિજની નીચે પણ આવા સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર શરૂ કરવામાં આવશે.
જેમાં બાપુનગરના શ્યામ શિખર બ્રિજ, ઘોડાસર બ્રિજ, મણિનગર નો ગુરુજી બ્રિજ, ગુજરાત કોલેજ બ્રીજ સહિતના સાત જેટલા બ્રિજ નીચે આવા સ્પોર્ટસ એકટીવીટી સેન્ટર બનાવવામાં આવશે.
➤ હાલ આ સ્પોર્ટસ એકટીવીટી સેન્ટરનો ઉપયોગ કેવી રીતે કરી શકાશે. અહિં રમત માટે આવનાર લોકોને શું ફી ચૂકકવી પડશે તે પણ પ્રશ્ન!. મેન્ટેનેન્સ વગેરે કોણ સંભાળશે તે અંગે હજી કોઈ સ્પષ્ટતા નથી.
પરંતુ આ પ્રોજેક્ટથી ઓવરબ્રિજ નીચે થતી અસામાજિક તત્વોની એક્ટિવિટી, ગેરકાયદેસર દબાણ અને દૂષણોથી મુક્તિ મળશે.