ક્રિકેટ રસિયાઓ માટે આનંદની લહેર
Updated on 27-12-2024 13:52
અમદાવાદની જનતા માટે બનશે 19 નવા ક્રિકેટ ગ્રાઉન્ડ.
.png)
શહેરમાં સ્પોર્ટ્સ પ્રેમીઓને મળશે નવા ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ એરિયા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં ક્રિકેટ પ્રેમીઓ કે જે શહેરમાં GMDC ગ્રાઉન્ડ અને રિવરફ્રન્ટની જગ્યા પર સુવિધા વગરના મેદાનમાં હજારોની સંખ્યામાં ક્રિકેટ રમતા જોવા મળતા હોય છે. તે તમામની સુવિધા માટે અમદાવાદ શહેરમાં 19 અલગ અલગ જગ્યા પર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
શહેરના 7 ઝોનમાંથી 6 ઝોનમાં બનશે આ ક્રિકેટ ગ્રાઉન્ડ.
સૌથી વધુ 5-5 ગ્રાઉન્ડ પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં બનશે. તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 4 જેટલા ક્રિકેટ ગ્રાઉન્ડ અને પૂર્વ ઝોનમાં 2-2 ગ્રાઉન્ડ તથા ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1 ગ્રાઉન્ડ બનશે.
દરેક ગ્રાઉન્ડમાં 50 જેટલા પ્રેક્ષકો બેસી શકે તેવી સુવિધાઓ કરી આપવામાં આવશે. ઉપરાંત વોશરૂમ, ચેન્જિંગ રૂમ, પીવાનું પાણી, કમ્પાઉન્ડ વોલ વગેરેની સુવિધાઓ પણ હશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ પાલડી, વાસણ, થલતેજ, નારણપુરા, નવા વાડજ, ચાંદખેડા, નરોડા, ઠક્કરબાપાનગર સહિતના વિસ્તારોમાં આ ગ્રાઉન્ડ બનાવવાના પ્લાનિંગ છે. થોડા સમયમાં કામ શરૂ થશે અને છ મહિનાની અંદર કામ પૂરું થઈ જશે.
જ્યાં ક્રિકેટ રસિયાઓ મજાથી ક્રિકેટ તથા અન્ય રમતો રમી શકશે.