સ્પાના નિયમોમાં બઢોતરીની શક્યતા!
CID ક્રાઈમ બ્રાન્ચે સ્પાના અનુસંધાને સરકારને સૂચનો આપ્યા
રાજ્યમાં ઠેર ઠેર સ્પામાં થઈ રહેલા ગોરખ ધંધાને લઈને વારંવાર સમાચાર સામે આવે છે, તેવામાં હવે CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજ્ય સરકારને સ્પાનું કામ કરતી સંસ્થા નિયંત્રિત કરવા માટે સૂચનો મોકલવામાં આવ્યા છે.
• રાજ્યમાં ચાલતા તમામ સ્પા-મસાજ સેન્ટરની માહિતી ગૃહ વિભાગ હસ્તગત એક પોર્ટલ પર રહેશે, જ્યાં સ્પા-મસાજ સેન્ટરના માલિક અને કામ કરતાં કર્મચારીઓની માહિતી અપડેટ કરવાની રહશે.
• રહેણાંક વિસ્તાર, સ્કૂલ કે કોલેજના 200 મીટરમાં સ્પા કે મસાજ સેન્ટર પર રોક લગાવવામાં આવે.
• સ્પા અને મસાજ સેન્ટરે સ્થાનિક આરોગ્ય વિભાગ પાસેથી ટ્રેડ લાયસન્સ લેવું પડશે.
• સ્પાના ટેબલને લઈને પણ નિયમો બનાવવામાં આવ્યા છે, સ્પાનું ટેબલ 28 થી 30 ઇંચ પહોળું 71 ઇંચ થી વધારે લાંબુ ન હોવું જોઈએ.
• સ્ત્રી અને પુરુષો માટે સ્પાની અંદર અલગ અલગ રૂમ રાખવામાં આવે, બંધ રૂમમાં મસાજ કરી શકાશે નહીં.
• સ્પામાં કામ કરી રહેલા વિદેશી કર્મચારીના પાસપોર્ટની માહિતી જાહેર કરવી પડશે મસાજ કરનારા પાસે ફિઝિયોથેરાપીસ્ટ, એક્યુપ્રેશર અને વ્યવસાયિક સારવારનું લાયસન્સ હોવું જરૂરી છે.
• સેન્ટરમાં કામ કરતાં કર્મચારીઓને આઈકાર્ડ પહેરવું અનિવાર્ય.
• સ્પા સેન્ટર સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકશે.
• સ્પામાં કામ કરતાં વિદેશી લોકોએ ફોરેનર્સ એક્ટ 1946ની જોગવાઈનું પાલન કરવું ફરજિયાત.
સ્પા સેન્ટરમાં પોલીસ દરોડા સમયે પકડાયેલા દેહવ્યાપારના ધંધા જેવી ગેરકાયદેસર એક્ટિવિટીને ધ્યાનમાં લઈ આ પગલાં લેવામાં આવ્યા છે.