ઓસ્ટ્રેલીયામાં બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ!
બાળકોના હિતમાં પ્રથમ વાર કોઈ દેશે આવો કાયદો બનાવ્યો!
ઓસ્ટ્રેલિયા વિશ્વના તમામ દેશોમાં પ્રથમ એવો છે બન્યો જેણે 16 વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયાના અમુક પ્લેટ્ફોર્મ વાપરવા પર પ્રતિબંધ લાદયો.
તારીખ 28/11/2024ના રોજ ઓસ્ટ્રેલિયાની સેનેટે 16 વર્ષથી ઓછી આયુના બાળકોને સોશિયલ મીડિયા વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો ખરડો પસાર કર્યો હતો. જેમાંથી આ ખરડાને સેનેટના 34 મત મળ્યા અને વિપક્ષના 19 મતથી આ કાયદાને મંજૂરી મળી હતી.
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એંથની અલ્બાનીઝે આ બાબતે તેમનો મત જણાવ્યો હતો કે સોશિયલ મીડિયા બાળકોને નુકશાન કરી રહ્યું છે, તે વાતને હું સ્વીકારુ છું. બાળકોને તેમના માતાપિતાની સંમતિ હશે તો પણ છૂટ નહીં મળે.
આ કાયદા મુજબ બાળકોના ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, સ્નેપચેટ જેવા એપ્સના એકાઉન્ટ પર પ્રતિબંધ લાદયો છે. અને જો આ એપ્સ કાયદાનું પાલન નહીં કરે તો તેને આશરે ₹278 કરોડ જેટલો દંડ ભોગવવો પડશે.
આ સોશિયલ મીડિયા એપ્સને કાયદાના અમલીકરણ અને જરૂરી પગલાં લેવા માટે એક વર્ષનો સમય આપવામાં આવશે, ત્યાર બાદ દંડ લાગુ કરવામાં આવશે.
આ કાયદો નવેમ્બર-2025થી અમલમાં આવે તેવી સંભાવના છે. જોકે કાયદા માટે વિરોધપક્ષના નેતાઓએ વિરોધ પણ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા વિશ્વનો પ્રથમ એવો દેશ બન્યો, જેને બાળકોના હિતમાં આવો કાયદો બનાવ્યો.