IPL ઓક્શને અત્યારથી ચાહકોમાં રસ વધાર્યો!
Updated on 26-11-2024 17:45
₹27 કરોડ સુધીની બોલી લગાવાઈ.
ભારતીય ક્રિકેટ પ્રેમીઓની દિવાળી એટલે કે ઇંડિયન પ્રીમિયર લીગ (IPL)ઓક્શન શાનદાર રહ્યું છે.
આઇપીએલ હિસ્ટ્રીમાં કોઈ ફ્રેન્ચાઇસીએ ક્રિકેટરને આટલી મોટી કિંમતે ખરીધ્યો હોય તે પ્રથમ વાર બન્યું છે, અને સૌથી વધુ કિમતે ખરીદેલા ટોપ-5 ખેલાડી ભારતીય ખેલાડી જ છે.
IPL ક્રિકેટમાં RCB, KKR, GT, CSK, MI, SRH, DC, PBK, LSG, RR જેવી રસપ્રદ ટીમો વિવધ રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાના રૂપે મેદાનમાં ઉતરે છે. ગત વર્ષે કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ વિજેતા રહી હતી.
આ વર્ષે ફરી વાર જીતવાની તડપ સાથે બધી ટીમ મેદાનમાં ઉતરશે.
ગત રવિવારે દુબઈમાં યોજાયેલી હરાજીમાં ભારતીય ખેલાડીઓ ટોચમાં રહ્યા હતા, આજે પણ આ હરાજી આગળ બીજા ખિલાડીઓ માટે ચાલુ રહેશે.
ગઈ કાલના ટોપની બોલીમાં રહ્યા હોય આવા ખિલાડીઓમાં રિષભ પંત, શ્રેયશ અય્યર, વેંકટેશ, ચહલ અને અર્શદીપ રહ્યા હતા.
જ્યાં રિષભ પંતને ₹27 કરોડમાં લખનઉની ટીમે ખરીધ્યો, ₹26.75 કરોડમાં શ્રેયશ અય્યરને પંજાબે ખરીધ્યો, વેંકટેશને ₹23.75 કરોડમાં કોલકત્તાએ ખરીધ્યો જ્યાં અર્શદીપ અને ચહલને ₹18-₹18 કરોડમાં ખરીધ્યા.
આ વર્ષે પણ ગત વર્ષ જેમ અમુક ખેલાડીઓ માટે સતત ₹20 કરોડને પર બોલી ગઈ છે. હરાજીના પ્રથમ જ દિવસે 3 ખેલાડીઓ ₹20 કરોડ પાર પહોંચ્યા. એક જ દિવસમાં ₹20 કરોડ ઉપર 3 ખિલાડી માટે બોલી લગાવાઈ હોય તે IPL હિસ્ટ્રીમાં પ્રથમ વાર બન્યું છે. 2024માં સ્ટાર્કને ₹24.75 કરોડથી અને ₹20.50 કરોડથી કમિન્સને ખરીદાયા હતા.
10 ફ્રેન્ચાઇજીઓ પાસે હરાજી માટે ખેલાડીઓને પોતાની ટીમમાં ખરીધવા માટે કુલ ₹641.5 કરોડ રૂપિયા હતા. જેમાંથી પહેલા જ દિવસે 72 ખેલાડીઓ પાછળ ₹467.95 કરોડ તેઓ એ ખર્ચી નાખ્યા છે. હવે દરેક ટીમ પાસે કુલ ₹173.55 કરોડ રૂપિયા વધશે.
પ્રથમ દિવસે ભારતના 48 ખેલાડીઓ ખરીદાયા જ્યાં 24 વિદેશી ખેલાડીઓ ખરીદાયા હતા. આજે એટલે કે સોમવારના રોજ પણ આ હરાજી ચાલુ રહેશે.
આ પહેલા 2011માં ટોપ-5 ખેલાડીઓની બોલીમાં ભારતીય ખેલાડીઓ હતા જેમાં ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, ઉથપ્પા, ગંભીર જેવા ખેલાડી રહ્યા હતા, તેમ આ વર્ષે પણ ભારતીય ખેલાડી IPL ટોપની કિંમતે ખારીદાયા.
2025માં પ્રથમ દિવસે હરાજીમાં ખરીદાએલ ખેલાડીઓ
બેટ્સમેન પ્રથમ દિવસ | ||
---|---|---|
શ્રેયશ અય્યર | 26.75 કરોડ | પંજાબ |
ડેવિડ મિલર | 1.50 કરોડ | લખનઉ |
હેરી બ્રૂક | 6.25 કરો | દિલ્હી |
એડન માર્કરમ - | 2 કરોડ | લખનઉ |
ડેવોન કોન્વેય - | 6.25 કરોડ | ચેન્નાઈ |
રાહુલ ત્રિપાઠી | 3.40 કરોડ | ચેન્નાઈ |
જેક ફ્રાસર | 9 કરોડ | દિલ્હી |
અથર્વ ટાઈડે | 30 લાખ | હૈદરાબાદ |
નેહલ વધેરા | 4.20 | પંજાબ |
અંગરીશ રઘુવંશી | 3 કરોડ | કલકત્તા |
કરુણ નાયર | 50 લાખ | દિલ્લી |
અભિનવ મનોહર | 3.20 કરોડ | હૈદરાબાદ |
બીજો દિવસ
| ||
રોવમન પોવેલ | 1.50 કરોડ | કલકત્તા |
ફાફ ડુ પ્લેસી | 2 કરોડ | દિલ્લી |
બોલર પ્રથમ દિવસ | ||
અર્શદીપ | 18 કરોડ | પંજાબ |
કગીસૉ રબાડા | 10.75 કરોડ | દિલ્લી |
સ્ટાર્ક | 11.75 કરોડ | દિલ્લી |
મોહહમદ શમી | 10 કરોડ | હૈદરાબાદ |
યજૂરવેન્દ્ર ચહલ | 18 કરોડ | પંજાબ |
મોહહમદ સિરાજ | 12.25 | ગુજરાત |
જોસ હેઝલવૂડ | 12.50 | બેંગલુરુ |
પ્રસિદ્ધ ક્રિષ્ના | 9.50 કરોડ | ગુજરાત |
અવેશ ખાન | 9.75 કરોડ | લખનઉ |
એનરિચ નોર્ટજે | 6.50 કરોડ | કોલકત્તા |
જોફ્રા અર્ચર | 12.50 કરોડ | રાજસ્થાન |
ખલીલ અહમદ | 4.80 કરોડ | ચેન્નાઈ |
ટી. નટરાજન | 10.75 કરોડ | દિલ્લી |
ટ્રેન્ટ બોલ્ટ | 12.50 કરોડ | મુંબઈ |
મહિષ થિક્ષણ | 4.40 કરોડ | રાજસ્થાન |
રાહુલ ચહર | 3.20 કરોડ | હૈદરાબાદ |
એડમ ઝંપા | 2.40 કરોડ | હૈદરાબાદ |
વનિંદુ હસરંગા | 5.25 કરોડ | રાજસ્થાન |
નૂર અહમદ | 10 કરોડ | ચેન્નાઈ |
રાશિક દાર | 6 કરોડ | બેંગલુરુ |
આકાશ મધવાલ | 1.20 કરોડ | રાજસ્થાન |
મોહિત શર્મા | 2.20 કરોડ | દિલ્લી |
વિજય કુમાર વ્યશક | 1.80 કરોડ | પંજાબ |
વૈભવ અરોરા | 1.80 કરોડ | કોલકત્તા |
યશ ઠાકુર | 1.60 કરોડ | પંજાબ |
સીમરજીત | 1.50 કરોડ | હૈદરાબાદ |
સુયશ શર્મા | 2.60 કરોડ | બેંગલુરુ |
કરન શર્મા | 50 લાખ | મુંબઈ |
મયંક માર્કંડે | 30 લાખ | કોલકત્તા |
કુમાર કાર્તિકેય | 30 લાખ | રાજસ્થાન |
માનવ સુથાર | 30 લાખ | ગુજરાત |
ઓલ રાઉન્ડર | ||
લિયાંમ લિવિંગસ્ટન | 8.75 કરોડ | બેંગલુરુ |
હર્ષલ પટેલ | 8 કરોડ | હૈદરાબાદ |
રાંચીન રવીન્દ્ર | 4 કરોડ | ચેન્નાઈ |
રવિચંદ્રન અશ્વિન | 9.75 કરોડ | ચેન્નાઈ |
વેંકટેશ અય્યર | 23.75 કરોડ | કોલકત્તા |
મર્કસ સ્ટોઇનિન્સ | 11 કરોડ | પંજાબ |
મિશેલ માર્શ | 3.40 કરોડ | પંજાબ |
ગ્લેન મેક્સવેલ | 4.20 કરોડ | પંજાબ |
નિશાંત સિદ્ધુ | 30 લાખ | ગુજરાત |
સમીર રિજવી | 95 લાખ | દિલ્લી |
નમન ધીર | 5.25 કરોડ | મુંબઈ |