Explore

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

ગુજરાત સરકાર દ્વારા PMJAY-મા યોજનાની SOP જાહેર

ખ્યાતિકાંડ બાદ હોસ્પિટલોને આવશ્યક સૂચનો, પાલન જરૂરી!

રાજ્યમાં PMJAY-મા યોજનાનો ગેરલાભ ઉઠાવી પૈસા પડાવતી હોસ્પિટલોને ચેતવણી રૂપ SOP રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી. 

ઘણા સમયથી ચર્ચામાં રહેલા ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર અને રાજ્યનું આરોગ્ય વિભાગ ભાનમાં આવ્યું છે. 

સરકારી યોજનાઓનો લાભ લેવા માટે જે રીતે પ્રાઇવેટ હોસ્પિટલ લોકોને કેમ્પ અને મફત સારવારના નામે છેતરતા હતા(જેમાં ઘણા દર્દીઓએ; સરકાર પાસેથી પૈસા પડાવવાની; હોસ્પિટલો અને હોસ્પિટલ સંચાલન કર્તાઓની લાલચમાં જીવ પણ ઘુમાવ્યા). તે તમામ લોકોના અમૂલ્ય જીવનને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગે હોસ્પિટલો માટે SOP જાહેર કરી.  

PMJAY-મા યોજના અંતર્ગત આવતી તમામ હોસ્પિટલો માટેની નવી માર્ગદર્શિકા (SOP)

કાર્ડિયોલોજીની સેવાઓ

1. ટેક્નિકલ બાબતોને ધ્યાને લઈને સ્પેશ્યાલીટીમાં સુધારા કરવા જરૂરી જણાય છે, જે ધ્યાને લઈને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી કાર્ડિયોલોજી સેવાઓની માર્ગદર્શિકામાં સુધારા જાહેર કર્યા છે.
2. દર્દીના હિતમાં શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડિયોલોજીસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફુલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના ક્લસ્ટર માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લીધેલ છે, જેથી લાભાર્થીઓના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય.
3. આ ઉપરાંત હોસ્પિટલો ખાતે ફુલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ તથા ફિજીયોથેરાપિસ્ટ રાખવાની આવશ્યકતા રહેશે.
4. ખાસ કિસ્સામાં ઈમરજન્સી સારવાર અતિઆવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જીયોપ્લાસ્ટી કરી શકશે.
5. હોસ્પિટલોએ એન્જીયોગ્રાફી તેમજ એન્જીયોપ્લાસ્ટીની CD/વીડિયોગ્રાફી પ્રિઓથના સમયે અપલોડ કરવાની રહેશે.
6. ઈમરજન્સી કેસમાં સદર CD/વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે.

નિનોનેટલ કેર (બાળકો માટેનું ICU)

1. NICU/SNCU (નિયોનેટલ ઈન્ટેન્શિવ કેર યુનિટ / સ્પેશિયલ ન્યુબોર્ન કેર યુનિટ) માં બાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજીયાત પણે માતાઓની પ્રાઈવસી સચવાય તે ધ્યાને લઈને CCTV ઈન્સટોલેશન કરવાનું રહેશે.
2. THO દ્વારા સમયાંતરે NICUની મુલાકાત લઈ રિપોર્ટ SHAને સબમિટ કરવાનો રહેશે.
3. ઓનલાઈન વિઝિટ મોડ્યૂલ પોર્ટલ ટુંક સમયમાં જ કાર્યરત થશે, જેથી દરેક વિઝિને અસરકારક રીતે મોનીટર કરવામાં આવશે
4. બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિઓનેટલ સ્પેશિયાલિટીમાંએમ્પેનલમેન્ટ માટે ફૂલ ટાઈમ પીડિયાટ્રિશયન ફરજિયાત કરવામાં આવેલ છે.
5. પીડિયાટ્રિક હોસ્પિટલ માટેની યોજનાની માર્ગદર્શિકાના ધારા-ધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ રાખવાનો રહેશે.

કેન્સર સારવાર

1. નિષ્ણાંત તબીબોના સૂચન બાદ ઓન્કોલોજી એટલે કે કેન્સરની વિવિધ પ્રોસિઝર સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે.
2. કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબની યોગ્ય સારવારનો પ્લાન નક્કી કરવા માટે મેડિકલ ઓન્કોલોજિસ્ટ, સર્જીકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટની સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લઈ TBC (ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ)માં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. TBC (ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ) અપલોડ કરવાનું ફરજીયાત રહેશે.
3. દર્દીને કેન્સરની યોગ્યત્તમ સારવાર મળી રહે તે માટે IGRT (ઈમેજ ગાઈડેડ રેડિએશન થેરાપી) માં CBCT (કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) ઈમેજ KV (કિલો વોટ)માં જ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે.
4. વધુમાં આ થેરાપી કયાં ક્યાં ટયુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઈડલાઈન બનાવવામાં આવી છે.
5. કેન્સરની ટ્રિટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશનના પેકેજીસમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.
6. મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે, ગર્ભાશયના મુખનું કેન્સર, યોનીમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકીથેરાપી જરૂરી હોય, તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે, ત્યાં જ PMJAY અંતર્ગત સારવાર આપવાની રહેશે, બ્રેકી થેરાપી માટે હોસ્પિટલનું ટાઈ-અપ ચલાવવામાં આવશે નહીં.
7. રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલ ક્વોલિટી કન્ટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે રેકોર્ડ નિભાવવાનો રહેશે.

સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)

1. રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબંધિત કામગીરીનું સઘન મોનિટરીંગ કરવા માટે સ્ટેટ ઍન્ટી ફ્રોડ યુનિટ (SAFU) ને વધુ સુદ્રઢ બનાવવામાં આવેલ છે.
2. આ યોજના અંતર્ગત સરકારી તેમજ GMERS Medical Colleges માંથી ગઠન કરવામાં આવેલ ટીમ SAFU ટીમના નિર્દેશ પ્રમાણે તેમના જિલ્લામાં એમપેલ્ડ હૉસ્પિટલની મુલાકાત લઈ સારવાર સંબંધિત પુરતી ચકાસણી કરશે અને સારવાર બાબત લાભાર્થીની કોઈ ફરિયાદ હશે તો તે સરકારશ્રીને ધ્યાને લાવશે.
3. CDHO/MOH દ્વારા માસિક ધોરણે ઓછામાં ઓછી બે હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે.
4. થર્ડ પાર્ટી ઓડિટના ભાગરૂપે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ફિલ્ડ ઓડિટની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવશે. જેમાં ફિલ્ડ ઓડિટ ટીમ દૈનિક ધોરણે ૨ થી ૩% કેસોનું ફિલ્ડ ઓડિટ કરશે.
5. વીમા કંપની દ્વારા પણ વધુ સંખ્યામાં સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ કરીને ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવેલ છે.
6. હૉસ્પિટલ દ્વારા સારવારના પેકેજીસનો સંભવિત દુરુપયોગ થતો અટકાવવા માટે NHAને જરૂરી પ્રકારના ટ્રીગર જનરેટ કરવા વિનંતી કરવામાં આવેલ છે.
7. ભારત સરકાર અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસથી સર્વગ્રાહી તેમજ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને લાભાર્થીન ગુણવત્તાસભર શ્રેષ્ઠ સારવાર મળી રહે તે ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ

1. આ એક્ટની જોગવાઈ હેઠળ પૂર્વ નિશ્ચિંત સારવાર પ્રક્રિયાની દર્દી અને તેના સગાંને સમજણ આપતી વખતે video રેકોડીંગ સાથેનું સંમતિપત્રક લેવું ફરજિયાત છે.
2. નીચે મુજબની તબીબી સારવારનો જેમાં સમાવેશ કરાયેલ છે
-એન્જીઓગ્રાફી
-એન્જીઓપ્લાસ્ટી
-કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી
-એમ્પ્યુટેશન (અંગ વિચ્છેદન સર્જરી)
-તમામ "Ectomy" અંતર્ગત સર્જરી (શરીરનો કોઈ ભાગ દૂર કરવાની સર્જરી)
-ઓર્ગન ડોનેશન/ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન/ઓર્ગન રિટ્રાઈવલ સર્જરી
-સ્પાઈનલ સર્જરી/ બ્રેઈન સર્જરી/ કેન્સર સર્જરી

3. ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં સારવાર અર્થે ઉપયોગી થાય તે હેતુસર દર્દીને ડિસ્ચાર્જ સમરી સાથે સારવાર દરમિયાન કરવામાં આવેલ લેબોરેટરી, રેડિયોલોજી વગેરે તમામ રિપોટ્સ આપવા ફરજિયાત રહેશે.
4. ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ Infection control and prevention માટેની ભારત સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ SOP તમામ PMJAY-મા યોજનાના અંતર્ગત રઝિસ્ટર થયેલ હોસ્પિટલોને લાગું પડશે. 
આ ઉપરાંત આ SOPનું પાલન ન કરનાર સામે કેવા પગલાં લેવાશે તે બાબતે કોઇ સ્પષ્ટતા રાજ્ય સરકાર દ્વારા હાલ સુધી કરાયેલ નથી.  
 

Published by: Kunal Solanki
Published on: Dec 24, 2024
2 LIKE
SHARE
49 VIEWS

MORE NEWS