સિંધુભવન રોડ પર સર્જાયા ફિલ્મ જેવા દ્રશ્યો
Updated on 23-11-2024 12:34
પોલીસ ચેકિંગ દરમિયાન કાર રોકવાનું કહેતા યુવક ગાડી દોડાવી ભાગ્યો.
અમદાવાદના સિંધુભવન રોડ પર સર્જાયા ફિલ્મી દ્રશ્યો
પોલીસ ચેકિંગ દરમિયાન કાર ઊભી રાખવાનું કહેતા યુવક ફિલ્મે ઢબે કાર ચલાવીને ભાગ્યો.
અમદાવાદમાં આવેલો સિંધુભવન રોડ લોકો માટે કરતબ તથા દેખાદેખી કરવાનો માર્ગ બની ગયો છે. સ્વભાવિક રીતે ત્યાં રોજ નવા કિસ્સા અને કાંડ બનતા હોય છે.
જ્યાં ગઈ કાલે જ બનેલા બનાવમાં સિંધુભવન નજીક આવેલા ગોટીલા ગાર્ડન પાસે પોલીસ દ્વારા ચેકીંગ કરાઈ રહ્યું હતું, તે દરમિયાન ત્યાં એક યુવક બ્લેક કલરની કાર લઈ આવી રહ્યો હતો; જે કારમાં નંબર પ્લેટ પણ લાગી નહોતી અને આ ગાડીના કાચ પર ડાર્ક ફિલ્મ પણ લગાવેલી હતી.
પીલીસ કાફલાએ તેને આવતા જોઈ રોકવાનો પ્રયત્ન કર્યો પણ તેણે ગાડી ગતિમાં જ રાખી, ત્યાંથી સર્પાકાર વેગથી ગાડી હાંકીને ત્યાંથી જ યુટર્ન મારી લીધો હતો. ચેકિંગથી નાસી છૂટવાના પ્રયત્નમાં પોલીસ દ્વારા રોકવામાં આવતા પણ તેને ગાડીને સ્પીડમાં જ રાખી હતી. અને રોકનાર પીલીસકર્મીને તેને ગાડી ઠોકવાનો પ્રયત્ન પણ કર્યો તેમ જણાય છે. તે જ્યારે પકવાન ચાર રસ્તા તરફ બચીને ભાગવા માટે યુ-ટર્ન લઈ રહ્યો હતો. ત્યારે જેટલા પોલીસકર્મીઓએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે તેમને અડફેટે પણ લીધા, જોકે પોલીસકર્મીઓને કોઈ ઇજા થઈ નથી.
બોડકદેવ પોલીસે આ યુવક સામે ગુન્હો નોંધી તેની ધરપકડ કરી હતી, અને થોડા જ સમયમાં તેને ગોતામાંથી પકડી પાડ્યો હતો.
તપાસ કરતાં તેનું નામ પ્રિન્સ ઠક્કર હોવાનું સામે આવું છે.
વધુ પૂછપરછ કરતાં તેને કહ્યું કે નંબર પ્લેટ ન હોવાથી અને ડાર્ક ફિલ્મ હોવાથી તે ડરી ગયો હતો. અને પોલીસ દ્વારા તેને રોકવા માટે ઈશારો કરાતા તે વધુ ગભરાયો તેથી તેણે આ કાંડ કર્યું.
અંતમાં તેને ધરપકડ બાદ ભૂલ સ્વીકારી અને માફી માંગી હતી.