શેલાને મળશે ગટરના પાણી ભરાવામાંથી છુટકારો
₹114 કરોડના ખર્ચથી મણિપુર,ગોધાવી, શેલા અને સનાથલ જેવા વિસ્તારોને પણ સુવિધા મળશે.
હવે શેલા અને સનાથલ વિસ્તારને ગટરના ઉભરાતા પાણીથી મળશે રાહત.
અમદાવાદની સીમાં પર આવેલા વિસ્તારો જેવા કે શેલા, સનાથલ, મણિપુર અને ગોધાવીમાં ડ્રેનેજ તેમજ સ્ટોર્મ વોટર લાઇન નાખવા માટે ₹114 કરોડનો ખર્ચ કરી ઔડા આ કામ પૂરી પાડશે.
હાલ જ્યારે શેલાના એપ્પલવૂડ ટાઉનશીપમાં દાખલ થઈએ તો ત્યાં ડેવલપમેંટ દેખાય છે, પણ માર્ગ અને ગટરના પાણીની સમસ્યા એ સાવ કથળેલી હાલતમાં છે, આ સમસ્યાના નિરાકરણ માટે ઔડા દ્વારા ડ્રેનેજ લાઇન તથા સ્ટોર્મ વોટર લાઇન નાખવાની તૈયારી બતાવાઈ છે. જ્યાં 2025ની શરૂઆતમાં આ કામ શરૂ થશે અને જેને પૂરા થતાં 2 વર્ષનો સમય લાગશે.
મણિપુર,ગોધાવી, શેલા અને સનાથલ જેવા વિસ્તારોમાં ગટરના પાણી ઊભરતા રહેતા હોય છે, અને ડ્રેનેજની સુવિધાના નામ પર સુવિધા શૂન્ય છે.
ઔડાના અધિકારી તરફથી મળતી જાણકારી મુજબ ત્યાંની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નવી લાઇન નાખવાની યોજના છે, આ કામ જે કંપનીને સોંપવામાં આવશે તેનું મેન્ટેનેન્સ પણ 2 વર્ષ સુધી તેજ કંપનીએ કરવાનું રહેશે.
તાજેતરમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ જ્યારે અમદાવાદમાં આવ્યા હતા ત્યારે સ્થાનિકોએ તકલીફ વ્યક્ત કરી હતી આજ બાબતે. કે શેલા જેવા વિસ્તારમાં ગટરના ઉભરાતા પાણી અને ચોમાસામાં ભરાતા પાણીએ જાહેર જનતાની મોટી પરેશાની છે.
ટૂંક સમયમાં આ કામ શરૂ કરી દેવામાં આવશે અને અંદાજે 2 વર્ષની અંદર કામ પતિ શકે છે.