Explore

23-06-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

23-06-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

મકરબામાં શી-ટીમ સાથે ગેરવર્તન!

આનંદનગર પોલીસની શી-ટીમે નોંધાવી ફરિયાદ.

મહિલાઓની સુરક્ષા માટે બનાવાયેલી શી-ટીમને લુખ્ખા તત્વોએ ઘેરી!

અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનની શી-ટીમ મકરબા રેલ્વે ક્રોસિંગ પાસેથી મહિલા સુરક્ષા માટે લગાવાયેલા CCTV કેમેરા તથા મહિલા સુરક્ષા માટે લગાવાયેલા ઇમરજન્સી બોક્સની તપાસ કરવા માટે નીકળ્યા હતા.

લગભગ બપોરે 4 વાગ્યા દરમિયાન જ્યારે તેઓ મકરબા પાસે પહોંચ્યા, અચાનક પાછળથી એક ઇકો કાર આવી અને શી-ટીમ પોલીસની ગાડીને પાછળથી હોર્ન મારવા લાગી. લાંબા સમય આ ચાલ્યું બાદ ઇકો ગાડીમાં સવાર ઇસમોએ શી-ટીમની ગાડીની સાઇટ કાપી અને ડ્રાઈવરની બાજુમાં બેઠેલા ઇસમે ગાડીનો કાચ નીચો કરી અભદ્ર ટિપ્પણી કરી હતી.

શી-ટીમને આ લુખ્ખા તત્વો ધ્વારા બોલાયેલ અભદ્ર ટિપ્પણી " તેરે બાપ કા રોડ હે ?, સાઈડ ક્યોં નહીં દેતી, ગાડી ચલાની નહીં આતી! તો લેકે ક્યોં નિકલી હે" ?  આ રીતે શી ટીમ સાથે ઝઘડો કર્યો હતો.  

શી ટીમની ગાડીમાં સવાર કોન્સ્ટેબલ વર્ષાબેન, કોન્સ્ટેબલ વનિતાબેન, કોન્સ્ટેબલ વૈશાલી બહેન અને ડ્રાઈવર સવાર હતા. ઘટના બાદ કોન્સ્ટેબલ વર્ષાબેને સીધો કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો અને અન્ય પોલીસકર્મીઓને બોલાવ્યા. 

ઘટના સ્થળ પર બે પોલીસની ગાડીઓ પહોંચી ગઈ હતી. અને ઇકો ગાડીમાં બેઠેલ તમામને પકડી ગઈ હતી.

પૂછપરછ કરતાં તેમના નામ સુનિલ યાદવ ઉં-35, અભિષેક યાદવ ઉં-24, અર્જુન યાદવ ઉં-21, સંદીપ સેન ઉં.30 જાણવા મળ્યું.

ઘટના બાદ વર્ષા બહેને આ ચારે વિરુદ્ધ સરકારી કામમાં દખલ આને પોલીસ સાથે ઝઘડો કરવા બાબતે ફરિયાદ નોંધાવી હતી.  

મહિલા સુરક્ષા માટે નિમાયેલી શી-ટીમ પણ અહિં સુરક્ષિત નથી! એવો દાખલો જોવા મળ્યો.  

Published by: Kunal Solanki
Published on: Jan 08, 2025
2 LIKE
SHARE
69 VIEWS

MORE NEWS