તુક્કા પર અપાઈ રહેલા ઇ-મેમો!
Updated on 30-01-2025 16:27
નિર્દોષ વાહન ચાલકો પરેશાન.
અમદાવાદ ટ્રાફિક પોલીસની ઇ-મેમો કામગીરીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ખરાબ કેમેરા ક્વોલિટી જેમાં નંબર પ્લેટ સાફ ન દેખાતી હોય અથવા તપાસ કર્યા વગર આડેધડ મેમો ફાળવી દેવાના લીધે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા મોકલવામાં આવતો ઇ-મેમો હોય કોઈ બીજા વાહનનો અને મોકલ્યો હોય કોઈ બીજા વાહનને! તેવા કિસ્સા સામે આવી રહ્યા છે.
હાલમાં જ એક વ્યક્તિને એવો જ ઇ મેમો મળ્યો છે.
.png)
ઉપરોક્ત ઇ-મેમોમાં જોઈ શકાય છે કે મેમો રિક્ષા ચાલકને ફાળવામાં આવ્યો છે, અને પહોંચી ગયો છે, HF DELUXE બાઇક ચાલકને. આવી ઘટના વારંવાર બનતી હોય છે.
જેને કેન્સલ કરાવવાની પ્રક્રિયામાં મેમો જેને આવ્યો હોય તેણે એપ્લિકેશન લખી શાહીબાગ કચેરી પર જવાનું હોય છે. અને આગળની પ્રક્રિયા ત્યાં કરવામાં આવે છે. અત્યાર સુધી એ રીતે કામ થતું હતું. પણ હવે સિસ્ટમ બદલાઈ છે.
જો કોઈને આ રીતે ખોટો મેમો આવે તો શું કરવું?
➣ ટેકનિકલ ખામીને લીધે આ પ્રકારની ઘટના બનતી હોય છે. તેથી જો તમે ગુન્હેગાર ન હોય તો આ કોઈ ચિંતાનો વિષય નથી.
➣ તમારા મોબાઈલથી આ મેઇલ આઈ.ડી દ્વારા આવેલા મેમોની માહિતી મોકલી આપો. જો મેમો ખરેખર ખોટો સાબિત થશે તો પોલીસ તંત્ર દ્વારા તેને રદ કરવામાં આવશે.
➣ MAIL ID : ahd@gujarat.gov.in
આવા સંજોગોમાં ટ્રાફિક પોલીસ બરાબર ચેક કરીને મેમો મોકલે તો કોઈ પરેશાની ઊભી ન થાય.