SGSTની ટીમના દરોડા
લગ્નસિઝન સાથે જોડાયેલા તમામ ધંધા ટાંચમાં જ હતા!
રાજ્યમાં લગનસરાની સિઝનમાં સ્ટેટ જીએસટીની ટીમની પાર્ટીપ્લોટ, કેટરિંગ, ડેકોરેશન અને ઈવેન્ટ કરતી કંપનીઓ પર નઝર હતી અને હવે સીધા દરોડા.
લગ્નપ્રસંગની સિઝનમાં ધૂમ ખર્ચા જોવા મળી રહ્યા છે. આવા સંજોગોમાં ટેક્સ વિભાગની ટીમની આ પ્રસંગ પાછળ વપરાતા પાર્ટીપ્લોટ, કેટરિંગ, ડેકોરેશન અને ઈવેન્ટ કરતી કંપનીઓને ટાંચમાં જ રાખી હતી. જેવા કમુહર્તા બેઠા સિઝન પૂરી થઈ. તેવા જ તાકળે SGST ટીમ દ્વારા અમદાવાદ, વડોદરા, આણંદ સહિતના 67 ધંધાર્થી પર દરોડા નાખ્યા.
જ્યાં પાર્ટીપ્લોટ, કેટરિંગ, ડેકોરેશન અને ઈવેન્ટ કરતી કંપનીઓ પાસેથી ₹25 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા. જેમાં કુલ ₹5 કરોડની ટેક્સ ચોરી હાલ પકડાઈ છે. આંકડા હજી વધે તેવી પૂરેપૂરી શક્યતા.
ગુજરાત સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ(SGST) વિભાગ કરચોરી ન થાય તેવા હેતુ થી તમામ એકમો પર નઝર રાખીને બેઠા હતા.
જ્યાં તપાસ થતા પાર્ટીપ્લોટ, કેટરિંગ, ડેકોરેશન અને ઈવેન્ટ કરતી કંપનીઓના ₹24.89 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા.
તારીખ 18 ડિસેમ્બરના રોજ પાર્ટીપ્લોટ ભાડે આપતા લોકો, ડેકોરેશન, કેટરિંગ, મંડપ સુવિધા આપતા 67 લોકોના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જ્યાં મોટા બિનહિસાબી નાણાંના વ્યવહારો જોવા મળ્યા. આ તપાસમાં ઘણા ડોક્યુમેન્ટ્સ એવા મળ્યા છે. જે ગેરરીતિ માટે શકના ઘેરામાં આવ્યા છે. વધુ તપાસમાં અન્ય કરચોરી હાથમાં આવે તેવી સંભાવના.