સારંગપુર બ્રિજ દોઢ વર્ષ માટે બંધ!
Updated on 30-12-2024 17:51
બ્રિજને રિનોવેશન હેઠળ મૂકવામાં આવ્યો.
.png)
સારંગપુર બ્રિજ બંધ
શહેરમાં કાલુપુર રેલ્વે સ્ટેશનના રી-ડેવેલપમેન્ટ અંતર્ગત બહારના ભાગમાં આવતો સારંગપુર બ્રિજ પણ રિનોવેશન હેઠળ દોઢ વર્ષ માટે બંધ.
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકએ ટ્રાફિક મામલે જાહેરનામુ બહાર પાડ્યું. જ્યાં સારંગપુર બ્રિજનો અવર જવર હેતુ ઉપયોગ કરતાં લોકો માટે વૈકલ્પિક માર્ગની માહિતી આપવામાં આવી છે.
શહેરમાં ચાલતા પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિત રોજના લાખો વાહન ચાલકોને થશે હાલાકી. વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો અનિવાર્ય.
રિનોવેશન હેઠળ બંને તરફના છેડા બંધ કરાશે. 4 લેન બ્રિજ બનાવવા માટે આ કામગીરી હાથ ધરાઈ છે. જે તારીખ 2/1/2025 થી 30/6/2026 સુધી બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ :
1. ગીતા મંદીર, ગાંધી રોડ, ખાડીયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઇ વાણિજ્ય ભવન થઈ અનુપમ/અંબિકા બ્રીજ થઇ એપરલ પાર્ક થઇ અનુપમ સિનેમા થઈ જરૂરીયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે.
.png)
2. ગીતા મંદીર તથા શહેર તરફથી આવતો ટ્રાફિક જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલ્વે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઇ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઇ શકાશે.
.png)
3. રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રીજ તરફ આવતો ટ્રાફિક રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઇ અનુપમ સિનેમા થઈ અનુપમ/અંબિકા બ્રીજ થઇ કાંકરીયા ગીતામંદીર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
.png)
4. રખિયાલ ઓઢવ તરફથી આવતો ટ્રાફિક કે જેઓને કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રીજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઈ ચારતોડા કબ્રસ્તાન થઇ સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રીજ થઇ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.