ગુજરાતના 61 જેટલા રસ્તા વધુ સુવિધા સભર બનશે
Updated on 18-11-2024 16:22
રાજ્ય સરકારે વાહન વ્યવહાર સરળ બનાવવા આપી ગ્રાન્ટ.
ગુજરાત રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય બનાવવા 'ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન'ના અભિગમ સાથે 61 જેટલા રસ્તાઓની પહોળાઈ વધારવા રાજ્ય સરકાર દ્વારા ₹2995 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા માટે ₹1646.44 કરોડ,
15 રસ્તાઓને 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા ₹580.16 કરોડ,
25 રસ્તાઓની 388.89 કિલોમીટર લંબાઇને 7 મીટર પહોળા કરવા ₹768.72 કરોડ,
સમગ્ર રાજ્યમાં કુલ 61 રસ્તાઓની 813.75 કિલોમીટર લંબાઇને 7 મીટર, 10 મીટર અને ફોરલેન પહોળા કરવાના કામો માટે કુલ ₹2995.32 કરોડ ફાળવવામાં આવ્યા.
ગુજરાત રાજ્યમાં રસ્તાઓની સુવિધા વધારવા આ ગ્રાન્ટ આપવામાં આવી છે.