Explore

23-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ આઠમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)
હેમંત ઋતુ

રાષ્ટ્રીય ખેડૂત દિવસ

બેંક : ચાલુ છે.

07:17 AM
06:00 PM
-- °C

23-12-2024

વિક્રમ સંવત 2081 માગશર વદ આઠમ

રાશિ : કન્યા (અક્ષરો: પ,ઠ,ણ)

હેમંત ઋતુ

બેંક : ચાલુ છે.

રાષ્ટ્રીય ખેડૂત દિવસ

07:17 AM
06:00 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 78600.00 (+800.00)
Silver ₹ 92200.00 (+4300.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 78.98/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

જીવનથી કંટાડેલા લોકો માટે રિવરફ્રન્ટ સ્યુસાઈડ પોઈન્ટ!

અઠવાડિયે એવરેજ 3 લોકો ઝંપલાવે છે!

રિવરફ્રન્ટ બન્યું સ્યુસાઈડ પોઈન્ટ! 11 વર્ષનો રેકોર્ડ કહે છે! કઇંક આવું... 

શહેરમાં કોંગ્રસ લઘુમતી વિભાગના વર્કિંગ ચેરમેન અતિક સૈયદ દ્વારા કરાયેલી RTI રિપોર્ટના પ્રતિઉત્તર રૂપે ચોંકાવનારા ખુલાસા જોવા મળ્યા. 

સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે પર નદીમાં આત્મહત્યા કરવાના હેતુથી છેલ્લા 11 વર્ષમાં 1869 લોકોએ મોત માટે ઝંપલાવ્યું તેવા આંકડા બહાર પડ્યા!

જ્યાં આંકડાઓની વધુ માહિતીમાં 85% પુરુષો છે. જ્યાં ગાણિતિક આંકડા અનુસાર 1586 પુરુષોએ મોત માટે ઝંપલાવ્યું હતું.

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવેલપમેન્ટ ઓથોરિટી દ્વારા પશ્ચિમ કિનારે 18.90 km અને અને પૂર્વ કિનારે 18.10 km વોક-વે બનાવેલો છે. જ્યાં હજારોની સંખ્યામાં રોજ લોકો આવતા હોય છે. પરંતુ જીવનથી ત્રાસી ગયેલા લોકો પણ અહિં આવી સીધું નદીમાં પડતું મૂકે છે. 

છેલ્લા 11 વર્ષમાં 1869 લોકોએ કરેલા આપઘાતમાં 1586 પુરુષ, 247 મહિલા અને 36 બાળકોનો હતા. આ સિવાય 258 પુરુષ, 192 મહિલા અને 16 બાળકો એમ કુલ 466 લોકોને બચાવી લેવાયા હતા.

છેલ્લા 5 વર્ષના આંકડા શું કહે છે ?

વર્ષ              રિવરફ્રન્ટ : આત્મહત્યા

2020                      122 લોકો 
2021                       111 લોકો 
2022                       155 લોકો 
2023                       158 લોકો 
2024                       104 લોકો


11 વર્ષથી સાબરમતી રિવરફ્રન્ટ અસ્તિત્વમાં છે. જ્યાં આરટીઆઈ તરફથી ઉપલબ્ધ માહિતી મુજબ 1869 લોકોએ આત્મહત્યા માટે ઝંપલાવ્યું હતું. 

જ્યાં એવરેજ વર્ષે 170 લોકોએ આત્મહત્યા કરી. દર અઠવાડિયે એવરેજ  3 લોકો રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં મોત માટે ઝંપલાવે છે.

આ રિવરફ્રન્ટ પર અમુક અંતરે CCTV, દર કિલોમીટરે સિક્યુરિટી ગાર્ડ ત્રણ શિફ્ટમાં મુકાયા છે. જ્યાં પશ્ચિમ ઝોનમાં 53 અને પૂર્વ ઝોનમાં 44 સિક્યુરિટી ગાર્ડ મુકાયા છે. તથા પોલીસ પેટ્રોલિંગ પણ થતું રહે છે. તેમ છત્તા ઘણી વાર લોકોને બચાવવામાં નિષ્ફળતા મળે છે. 

Published by: Kunal Solanki
Published on: Dec 19, 2024
2 LIKE
SHARE
30 VIEWS

MORE NEWS