રિવરફ્રન્ટ પર છેલ્લા બે દિવસમાં 2 લાશ મળી
સિક્યુરિટી અને સર્વેલન્સ વધારવાની જરૂરત!
સાબરમતી રિવરફ્રન્ટ જીવનથી કંટાળી ગયેલા લોકો માટેનું હોટ-સ્પોટ બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે.
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર છેલ્લા બે દિવસની અંદર આત્મહત્યાના 2 કિસ્સા સામે આવ્યા.
છેલ્લા બે દિવસમાં તારીખ 21 ડિસેમ્બર, શનિવારે ગાંધી બ્રિજ નજીક અંદાજે 20 વર્ષના યુવકની લાશ મળી આવી હતી.
જ્યાં તેના બીજા જ દિવસે રવિવારે નારણઘાટ પાસે અંદાજે 50 વર્ષીય મહિલાની લાશ નદીમાં તરતી હાલતમાં મળી આવી હતી.
થોડા સમય પહેલાજ RTI તરફથી બહાર આવેલા એક રિપોર્ટ મુજબ છેલ્લા 11 વર્ષમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી ઝંપલાવીને 1869 લોકોએ જીવનથી હાર માનીને મોત સ્વીકાર્યું હતું. જ્યાં દર અઠવાડિયે એવરેજ 3 લોકો નદીમાં કૂદીને મોતને ભેટે છે. તેવા આંકડા અહિં પુરવાર સાબિત થાય છે.
આવા કિસ્સામાં સરકાર તથા મ્યુનિ.તંત્ર અહિં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં, રિવરફ્રન્ટના એક છેડા થી બીજા છેડા સુધી સિક્યુરિટી અને સર્વેલન્સ વધારે તેવી જરૂર જણાયી રહ્યી છે.