RBIનું બેન્કોને ફરમાન
ખાતાધારકોના નોમિનીનું નામ ખૂબ જરૂરી!

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનું ભારતની તમામ બેન્કોને ફરમાન
તમામ ખાતા ધારક અને લોકર્સ ધરાવતા લોકોના નોમિનીનું નામ હોવું ખૂબ જરૂરી
ગત શુક્રવારના રોજ RBIએ બેન્કોને તાકીદ આપી છે કે તમારી બેન્કોમાં ખાતું અને લોકર્સ ધરાવતા લોકોના નોમીનીનું નામ અચૂક હોવું જોઈએ.

RBIએ જણાવ્યું હતું કે મરણ બાદ થાપણદારોના પરિવારને થતી અસુવિધા ટાળવા માટે આ સુધાર જરૂરી છે.
દરેક વર્તમાન, નવા ગ્રાહક, દીપોઝીટ એકાઉન્ટ્સ, સલામત કસ્ટડી આર્ટીકલ અને લોકર સેવાના વપરાશકર્તાનું નોમિની હોવું જરૂરી છે.
ગ્રાહકોને નોમિનેશનનો લાભ લેવા અથવા લાભ ન લેવો હોય તો નાપસંદગીની જોગવાઈ સાથે ખાતા ખોલવાનું ફરમાન આપ્યું છે.
RBIએ નોમિનીનું નામ ઉમેરવા બેન્ક તથા એનબીએફસીને વિવિધ માધ્યમો દ્વારા પબ્લિસિટી અને પ્રચાર કરવા કહ્યું.