દેશનું પ્રથમ AI સાયબર સિક્યુરિટી સેન્ટર!
ઇન્ડસ યુનિવર્સિટી અમદાવાદ ખાતે પ્રારંભ.
અમદાવાદમાં દેશનું પ્રથમ એવું AI સંચાલિત સાયબર સિક્યોરીટી કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનું ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉદ્ઘાટન!
અમદાવાદ શિલજ સર્કલ પાસે આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં ગઈ કાલે તારીખ 11 ડિસેમ્બરના રોજ દેશના પ્રથમ AI સાઇબર સિક્યુરિટી સેન્ટરની શરૂઆત કરાઈ.
દિવસેને દિવસે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે. તેવા સમય દરમિયાન અમદાવાદમાં શરૂ થનારું પ્રથમ AI સાયબર સિક્યુરિટી સેન્ટર ફક્ત અમદાવાદ જ નહીં પણ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે.
AI સંચાલિત આ સેન્ટર ઇન્ડસ યુનિવર્સિટી અને હેરીટેજ સાયબર વર્લ્ડ સાથે ટેકનિકલ ભાગીદારી રૂપે ડેવલપ કરાયું છે. જે AI ટેક્નોલોજીમાં રસ રાખનાર વિધાર્થીઓને આધુનિક કૌશલ્ય અને વાસ્તવિક જીવનપ્રણાલીમાં સાયબર ક્રાઇમ સામે લડવા સક્ષમ બનાવશે.
સાયબર ફ્રોડ અને ક્રાઇમ સામે લડવાની વ્યવસ્થા ઊભી કરવામાં આ સંસ્થા ચોક્કસ માર્ગદર્શક બનશે.