તલવાર લઈ ડાન્સ કરતાં લોકોની ધરપકડ
રામોલ વિસ્તારનો વિડીયો વાયરલ થયા પછી કાર્યવાહી.
.gif)
શહેરના રામોલ વિસ્તારમાં બર્થ ડે પાર્ટીમાં તલવાર લઈ ડાન્સ કરતાં ઇસમોનો વિડીયો વાયરલ થયા પછી કાર્યવાહી.
ગત 6 જાન્યુઆરીએ અમદાવાદના રામોલમાં સુરતી સોસાયટીની નજીક ધાબાવાળી ચાલીમાં એક બર્થ ડે પાર્ટીમાં 4 શખ્સ તલવાર લઈને ડાન્સ કરતાં હતા તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં તેઓએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યાં તલવાર સાથે ડાન્સ કરતાં લોકોની પોલીસ દ્વારા ધરપકડ કારવવામાં આવી હતી.

ઘટનાના આરોપી નાસિરખાન ગનીખાન પઠાણ, બાબાખાન નાસિરખાન પઠાણ, શાબાઝખાન નાસિરખાન પઠાણ અને ફેઝલખાન નાસિરખાન પઠાણની ધરપકડ કરી હતી. અને કાયદાની શીખ આપવામાં આવી હતી.