રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ!
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હટાવવા વિપક્ષની માંગ.
ભારતીય લોકશાહીના ઇતિહાસમાં પ્રથમવાર ઉપરાષ્ટ્રપતિ જે રાજ્યસભાના અધ્યક્ષ હોય છે; તેમના પર અવિશ્વાસ પ્રસ્તાવ!
રાજ્યસભામાં હાલ ભર શિયાળે ગરમીનો માહોલ જોવા મળ્યો. 72 વર્ષના સંસદીય ઇતિહાસમાં આજ સુધી રાજ્યસભાના સભાપતિ પર ક્યારેય અવિશ્વાસનો પ્રસ્તાવ લાગ્યો નથી. પરંતુ વિપક્ષી દળ ઈન્ડિયા ગઠબંધને ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડને તે પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જે પ્રસ્તાવમાં 60થી વધુ ઈન્ડિયા ગઠબંધનના સાંસદોના હસ્તાક્ષર છે.
અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું કારણ ?
-ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પક્ષપાત કરે છે(ઈન્ડિયા ગઠબંધન)
-વિપક્ષના સાંસદ બોલતા હોય ત્યારે માઇક બંધ કરાવે છે.(મલ્લિકાર્જુન ખડગે)
અત્યાર સુધી લોકસભાના ઇતિહાસમાં 3 વખત લોકસભા અધ્યક્ષ પર અવિશ્વાસ પ્રસ્તાવ લગાવવામાં આવ્યો હતો.
18 ડિસેમ્બર 1954 જી.વી. માવલંકર
24 નવેમ્બર 1966 સરદાર હુકમ સિંહ
15 એપ્રિલ 1987 બલરામ જાખડ
પરંતુ એકપણ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ થયો ન હતો. પરંતુ પ્રથમ વાર રાજ્યસભાના અધ્યક્ષ પર અવિશ્વાસ પ્રસ્તાવ લગાવવામાં આવ્યો છે.
ઉપરાષ્ટ્રપતિ (રાજ્યસભાના અધ્યક્ષ)ને હટાવવા બંધારણ શું કહે છે?
ભારતીય બંધારણના અનુચ્છેદ 67 બી અને 92માં જોગવાઈ છે કે, રાજ્યસભામાં ઓછામાં ઓછા 50 સાંસદોના હસ્તાક્ષરથી પ્રસ્તાવ લાવવો પડે અને 14 દિવસની નોટીસ આપવી પડે.
પછી અવિશ્વાસ પ્રસ્તાવને પાસ કરાવવા રાજ્યસભામાં સામાન્ય બહુમત જરૂરી. હાલ રાજ્યસભામાં 237 સભ્ય છે, પ્રસ્તાવ પાસ કરાવવા 120 સભ્યનું સમર્થન આવશ્યક. તથા લોકસભામાં પણ બહુમતી જરૂરી.
ઈન્ડિયા ગઠબંધનએ 10 ડિસેમ્બરના રોજ આપી નોટિસ. પરંતુ શિયાળુ સત્ર 20 ડિસેમ્બરે સમાપ્ત થઈ જશે.