ડ્રગ્સના બંધાણીને મળ્યું મોત!
ઓવરડોઝથી કોલેજિયન યુવકનું ગણતરીના સમયમાં જ મૃત્યું.
ડ્રગ્સના રવાડે ચડેલી યુવા પેઢીને ચોંકાવનારો નવો કિસ્સો સામે આવ્યો!
અમદાવાદના ઘોડાસર તળાવ પાસે ગત શુક્રવારે એક યુવકની લાશ મળી આવી હતી.
નારોલ વિસ્તારમાં રહેતો પ્રિન્સ શર્મા કોલેજમાં અભ્યાસ કરતો હતો. પ્રિન્સનો એક મિત્ર હતો જેનું નામ તરુણ હતું. તેઓ બંને સાથે જ કોલેજમાં અભ્યાસ કરતાં હતા.
એક દિવસ જ્યારે બંને સાથે કોલેજ જવા નીકળ્યા હતા. ત્યારે તરુણે પ્રિન્સને ઘોડાસર તળાવ પાસે જવા કહ્યું. જ્યાં તેનો મીત્ર જયદીપ સુથાર રોજ હાજર રહેતો. જયદીપ સુથાર એક મેલ નર્સ છે. જે યુનિવર્સિટી વિસ્તાર પાસે એક ખાનગી હોસ્પિટલમાં મેલ નર્સની ફરજ બજાવે છે.
પ્રિન્સ અને તરુણ બંને તળાવ પાસે ગયા. જ્યાં જયદીપ ડ્રગ્સનું ઈંજેક્શન સાથે લઈને જ રાખતો. ત્યાં આ જયદીપ સુથારે પ્રિન્સને મિડાઝોલમ નામની દવાનો 3ML ડોઝ આપ્યો હતો. ગણતરીની મિનિટોમાં પ્રિન્સના મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યું.
આ ઘટના બાદ પ્રિન્સનો મીત્ર તરુણ ઘભરાઈ ગયો. ત્યાં ઈંજેક્શન આપનાર જયદીપે તેને કહ્યું કે ગભરાઈશ નહીં થોડા સમયમાં તે ભાનમાં આવી જશે, તેમ કહી તે છટકી ગયો. થોડા સમય પછી પણ તે ભાનમાં ન આવતા તરુણે અન્ય મિત્રોને ફોન કરી બોલાવ્યા તથા તેના માતાપિતાને પણ બોલાવ્યા. જ્યાં બધા ઘોડાસર તળાવ દોડી આવ્યા હતા. પરંતુ સારવાર અર્થે ખસેડાય તે પહેલા જ તેનું મોત થયું હતું.
પોલીસે સહપરાધ મનુષ્યવધનો ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી.
આરોપી જયદીપ સુથાર આ ઈંજેક્શન; જે હોસ્પિટલમાં નોકરી કરે છે. ત્યાંથી ચોરી કરતો હતો અને આ રીતે વેચતો હતો.