રેલવેમાં 32 હજાર ખાલી જગ્યા પર ભરતી
Updated on 24-12-2024 16:38
23 જાન્યુઆરી 2025થી 22 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે.
.png)
લાંબા સમય બાદ રેલવેમાં આવી મોટી ભરતી. 18થી 36 વર્ષના યુવાઓ અરજી કરી શકશે.
ભારતીય રેલ મંત્રાલય તરફથી રેવલેમાં ખૂબ જ લાંબા સમય બાદ આવી ભરતી. જ્યાં 32 હજાર જેટલી જગ્યાઓ પર ભરતી માટે ઇચ્છુક ઉમેદવારો 23 જાન્યુઆરી 2025થી 22 ફેબ્રુઆરી 2025 સુધી અરજી કરી શકશે.
રેલવે વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ 1 જુલાઇ 2025 સુધીમાં 18થી 36 વર્ષની વયના ઉમેદવારો 22 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકશે.
આ ભરતીમાં કેટેગરી મુજબ મળતી છૂટછાટમાં SC-ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ અપાઇ છે. તથા OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ અપાઈ છે.
GENERAL, EWS, OBCના ઉમેદવારોને અરજી કરવા માટે ₹500 ફી નિર્ધારિત કરાઈ છે. તથા SC-ST, OTHER કેટેગરી તથા મહિલા ઉમેદવારો માટે ₹250 ફી નિર્ધારિત કરાઇ છે. પ્રથમ રાઉન્ડની કમ્યુટરાઇઝ્ડ પરીક્ષાની ફી રિફન્ડએબલ હશે. જેમાં ₹500 ભરનારને ₹400, તથા ₹250 ભરનારને ₹250 રિફંડ મળી જશે.
કેટેગરી | ડીપાર્ટમેન્ટ | ખાલી જગ્યા |
પોઈન્ટ્સમેન-બી | ટ્રાફિક | 5058 |
આસિસ્ટન્ટ (ટ્રેક મશિન) | એન્જિનિયરિંગ | 799 |
આસિસ્ટન્ટ (બ્રિજ) | એન્જિનિયરિંગ | 301 |
ટ્રેક મેન્ટેનર (જનરલ),આઈવી | એન્જિનિયરિંગ | 13187 |
આસિસ્ટન્ટ-પી વે | એન્જિનિયરિંગ | 247 |
આસિસ્ટન્ટ (સીએન્ડવી) | એન્જિનિયરિંગ | 2587 |
આસિસ્ટન્ટ (ટીઆરડી) | ઇલેક્ટ્રિકલ | 1381 |
આસિસ્ટન્ટ (એસએન્ડ ટી) | એન્ડ ટી | 2012 |
આસિસ્ટન્ટ (લોકો શેડ) | મિકેનિકલ | 420 |
આસિસ્ટન્ટ ઓપરેશન્સ | ઇલેક્ટ્રિકલ | 950 |
આસિસ્ટન્ટ ઓપરેશન્સ | ઇલેક્ટ્રિકલ | 744 |
આસિસ્ટન્ટ ટીએલ એન્ડ એસી | ઇલેક્ટ્રિકલ | 1041 |
આસિસ્ટન્ટ ટીએલ એન્ડ એસી (વર્કશોપ) | ઇલેક્ટ્રિકલ | 624 |
આસિસ્ટન્ટ વર્કશોપ (મિકેનિક) | મિકેનિકલ | 3077 |
ટોટલ | 32428 |
100 માર્કસની લેખિત પરીક્ષાના પરિણામ બાદ ઉમેદવાર આગળની પરીક્ષાઓ માટે પસંદ કરાશે. ત્યાર બાદ અન્ય તબ્બકાઓથી ફાઇનલ પસંદગી થશે.
જ્યાં પસંદગી પામેલા ઉમેદવારોને માસિક ₹18,000નું વેતન આપવામાં આવશે.
.png)
રેલવે વિભાગ દ્વારા હાલ કુલ 32,428 જગ્યા પર ભરતી બહાર પડાઈ છે, જેનો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સખત વિરોધ થઈ રહ્યો છે.
ઉમેદવારોનું કહેવું છે કે રેલવે વિભાગમાં વધારે જગ્યાઓ ખાલી છે. તેમ છત્તા રેલ વિભાગ ફક્ત 32 હજાર જેટલી જ જગ્યા બહાર પાડી રહ્યા છે. ઉમેદવારોની માંગ છે કે 1 લાખ જેટલી ભરતી થવી જોઈએ.