આંબલીમાં ટ્રેન કોચ રેસ્ટોરન્ટ બનશે
રેલ્વે ટ્રેન કોચનું ઓક્શન કરશે

શહેરની જનતા માટે નવો ક્રેઝ બનશે ટ્રેન રેસ્ટોરન્ટ
અમદાવાદના આંબલી રોડ સ્ટેશન પર રેલ્વે દ્વારા ટ્રેન કોચમાં રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ રેલવે તંત્રના અધિકારના જણાવ્યા મુજબ રેલ કોચ રેસ્ટોરાં શરૂ કરવા અગ્રણી હોટેલ ગ્રુપ તેમજ વિવિધ લોકો માટે ટ્રેન કોચ ઓક્શનની જાહેરાત કરી દેવામાં આવી છે.
ટ્રેન યાત્રીઓ સહિત તમામ લોકો અહિં ટ્રેનમાં બેસીને ખાતા હોય તેવી મજા માણી શકશે.
અમદાવાદના આંબલી સ્ટેશન ઉપરાંત ગાંધીનગર સ્ટેશન પર પણ આવું ટ્રેન કોચ રેસ્ટોરન્ટ શરૂ કરવાની પ્રક્રીયા શરૂ કરી દેવામાં આવી છે.
શહેરની ફૂડી જનતાને નવો અનુભવ આપવા રેલ્વે પણ એરપોર્ટ જેમ રસ દાખવી રહ્યું છે.