સરદારનગરમાં ડિલીવરી એપથી દારૂની ડિલિવરી!
બુટલેગરે પોર્ટરથી દારૂ પોતાના ઘરે મંગાવ્યું હતું.
.jpg)
સુવિધાનો ઉત્તમ ઉપયોગ કરતાં સ્માર્ટ બુટલેગર!
અમદાવાદના સરદારનગરનો બુટલેગર દિલ્લી ટ્રાન્સપોર્ટથી દારૂ મંગાવતો અને પોર્ટર ડિલીવરી એ માધ્યમથી ઘરે મંગાવતો હતો.
ક્રાઇમ બ્રાન્ચને આ બાબતની બાતમી મળી હતી કે સરદારનગરનો બુટલેગર હની સિંધી દિલ્લીથી ટ્રાન્સપોર્ટના માધ્યમથી દારૂ મંગવાનો હતો જેની ડિલીવરી થવાની હતી.
જેથી ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ દ્વારા બુટલેગરના ઘર આસપાસ વોચ ગોઠવવામાં આવી હતી. બુટલેગરને ખબર પડી ગઈ હતી કે ક્યાંક પોલીસ વોચ રાખી બેઠી છે. એટલે ડિલીવરી માટે પૉર્ટરનું વાહન આવવા છત્તા તે લેવા આવ્યો નહીં.
જ્યારે પૉર્ટર વાહનને તપાસવામાં આવ્યું ત્યારે તેમાંથી દારૂની 46 બોટલો મળી આવી જેની બજાર કિમત 70 હજાર જેટલી છે.
લોડિંગ રિક્ષાના ડ્રાઈવરને પૂછપરછ કરતાં તેને જણાવ્યું કે તે આ લોડિંગ રિક્ષા પૉર્ટર કંપની માટે ફેરવે છે. કંપની જે ફેરા આપે તે કરીએ છીએ. અને આ ફેરો પણ કંપનીએ જ આપ્યો છે.
બધી વાતોને ધ્યાનમાં રાખી ફરાર બુટલેગર હની સિંધીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કામગીરી હાથ ધરી છે.