નરોડા PI સસ્પેન્ડ!
નરોડા GIDCમાં દારૂનું ગોડાઉન પકડાયું.

નરોડા GIDCમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા! દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું. નરોડાના PI સસ્પેન્ડ.
નરોડા GIDCમાં ગુજરાતના સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડયા હતા. જ્યાં એક નમકીન ફેક્ટરીની આડમાં દારૂનું ગોડાઉન ચાલતું પકડાયુ.
જ્યાં નરોડા પોલીસની ગંભીર બેદરકારી જણાતા નરોડાના PI એમ.વી પટેલને તત્કાલમાં સસ્પેન્ડ કરાયા હતા.
મળતી માહિતી મુજબ બુટલેગર રાજુસિંહ તથા તેનો મિત્ર દેવેન્દ્રસિંહ રાજપૂત સાથે મળીને દારૂનો ધંધો કરતાં હતા. તેઓ એ દોઢ મહિના પહેલા અહિંનું ગોડાઉન 23 હજારના ભાડાથી રાખ્યું હતું. જે GIDCની ઇન્ગરસોલ કંપનીની પાછળ સિમ્ફોની એસ્ટેટમાં SMCએ દરોડો પાડયો હતો.
જ્યાં એક ગોડાઉનમાંથી દારૂની 2326 બોટલ સહિત 19 લાખનો મુદ્દામાલ પકડાયો હતો.

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ મલિકનું આ ઘટનાના પ્રતિસાદ રૂપે નિવેદન હતું કે ઘણા પોલીસ અધિકારીઓ તથા ઘણા સ્ટેશનના PIની કામગીરી વગેરેની ફરિયાદો મળતી હતી. આ અગાઉ પણ આંતરિક બદલીઓ કરાયેલ હતી. અને તંત્રમાં કોઈ પણ પ્રકારની આવી પ્રવૃત્તિ ચાલશે નહીં.