લો બોલો પોલીસે! પોલીસને પકડી ?
Updated on 18-01-2025 11:48
નરોડાના પોલીસકર્મી પાસેથી દારૂ અને કેશ ઝડપાયો.
.jpg)
નરોડા પોલીસે તેમના જ પોલીસકર્મીઓને દારૂની બોટલ અને કેશ સાથે ઝડપ્યા.
નરોડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દ્વારા નરોડા પોલીસ લાઇનથી ગેલેક્ષી સિનેમા ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ઇન્ચાર્જ PIને બાતમી મળી હતી કે 91 નંબરની PCR વાનમાં પોલીસ કર્મી પાસે દારૂ અને કેશ છે જે આગળથી તોડ કરેલ છે.
જ્યારે PCR વાનમાં તપાસ કરતાં વાનમાંથી દારૂની બે બોટલ અને 30 હજાર રોકડા કાળા રંગની થેલીમાંથી મળી આવ્યા.
આ PCR વાનના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ સતીષ ઠાકોર (રહે માધુપુરા પોલીસ લાઇન) અને તેમની સાથે ફરજ બજાવતો હોમગાર્ડ જવાન વિક્રમસિંહ રાજપુત (રહે સવજી પ્રતાપની ચાલી, મહાવીર નગર, સૈજપુર) આ કાંડમાં સામેલ હતા. આ બાબતે તપાસમાં પૂછપરછ દરમિયાન તેઓ ચોક્કવટ ભર્યો જવાબ આપી ન શકયા.
હોમગાર્ડ જવાન વિક્રમસિંહ રાજપુત PCR વાનમાં પાછળ મુકેલ થેલી લઈને ભાગવાની તૈયારીમાં હતો પણ બંનેને ઝડપી પાડયા હતા.
વધુ પૂછપરછ દરમિયાન તેમને જણાવ્યું હતું કે હંસપુરા બ્રિજ પર એક રિક્ષાચાલક પાસેથી દારૂની બોટલો લીધી હતી. અને રોકડ બાબતે તેઓ જવાબ આપી શક્યા ન હતા. આ અંગે નરોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.