બહેરામપુરામાં બુટલેગરે કરી હત્યા!
Updated on 20-01-2025 13:56
પ્રેમ પ્રકરણ કે દારૂનો મામલો ?

ગત 15 જાન્યુઆરીના રોજ બહેરામપુરા વિસ્તારમાં ઊંટવાળી ચાલીમાં રહેતા નીતિન પઢિયાર(ઉં-38)ની રસ્તા પર ચાકુના ઘા મારીને હત્યા કરાઈ હતી.
મળતી માહિતી મુજબ 15 જાન્યુઆરીના રોજ નીતિન બહાર પાણીપુરીની લારી પર પાણીપુરી ખાઈ રહ્યા હતા. તેવામાં કિરણ ચૌહાણ ઊર્ફે મંગો અને અન્ય બે વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યા હતા અને તીક્ષ્ણ હથિયારથી નીતિન પઢિયારને ઘા મારીને તેને મોતને ઘાટ ઉતાર્યાં હતા.
મળતી માહિતી મુજબ મૃતકના પરિવારના આક્ષેપો છે કે હત્યા કરનાર કિરણ ચૌહાણ ઊર્ફે મંગો ઘણા વર્ષોથી દારૂ અને ડ્રગ્સના ધંધા સાથે સંકડાયેલા છે. પોલીસે જ્યારે તેઓની ધરપકડ કરી ત્યારે તેઓના ઘરમાંથી તલવાર સહિતના હથિયાર મળી આવ્યા હતા અને દેશી દારૂની થેલીઓ પણ મળી હતી. મૃતકના પરિવારનું કહેવું છે કે કિરણ ચૌહાણ બુટલેગર છે અને તેઓ દેશી દારૂ તથા MD ડ્રગ્સની હેરાફેરીનો ધંધો કરતાં હતા.
.gif)
➤ મૃતકનું પરિવાર એવા પણ આક્ષેપો નાખી રહ્યું છે કે પોલીસ એવું કહે છે કે હત્યા કરનાર કિરણ ચૌહાણ ટેમ્પો ચલાવે છે. પરંતુ પોલીસે એવું નથી કહ્યું કે તે બુટલેગર હતો અને અગાઉ પણ આરોપી પર ઘણા કેસ થયેલા છે.
મૃતકના પરિવારના કહ્યા મુજબ આરોપીનો પરિવાર હાલ ગાયબ છે.
➤ બીજી તરફ સુત્રો મુજબ હત્યા કરનાર કિરણને શંકા હતી કે તેની પત્ની અને મૃતક નીતિન પઢિયાર વચ્ચે આડા સંબંધ છે. જેની દાજ રાખીને કિરણ ચૌહાણે સાથીઓ સાથે મળી નીતિન પઢિયારને મોતને ઘાટ ઉતાર્યો.

આ મામલે મૃતક અને તેનો સમાજ રોષે ભરાયો હતો. તેઓએ સમાજના આગેવાનો સાથે રેલી નીકાળી હતી. જ્યાં સમગ્ર સમાજના લોકોની માંગ છે કે ગુન્હેગારોને ફાંસીની સજા થાય.
મૃતક પરણિત હતો તેને બે સંતાન હતા. જેમણે પોતાનો સહારો ખોયો છે.