પોલીસે શાહપુર અને RTO પાસેથી દારૂ ઝડપ્યો
Updated on 18-01-2025 14:30
₹24 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો!

અમદાવાદ પોલીસે શાહપુર અને સુભાષબ્રિજ (RTO) પાસેથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપ્યો!
➤ શાહપુરની સાંકડી શેરીમાં ક્રાઇમ બ્રાન્ચના દરોડા ₹12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી સાંકડી શેરીમાં એક મકાનમાંથી જ ભારતીય બનાવટનું વિદેશી દારૂનું વેચાણ થતું હતું. તેવી બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડા નાખ્યા ત્યારે એક મકાનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો. જેમાં 2500થી વધુ બોટલ દારૂ અને 150થી વધુ બીયરના ટીન મળી આવ્યા. જેની બજાર કિંમત ₹12 લાખથી વધુ છે.
ક્રાઇમ બ્રાન્ચના એસ.પી ભરત પટેલના જણાવ્યા મુજબ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અહિંના લોકલ બુટલેગર બહારથી દારુ મંગાવી અહિં વેચે છે. જ્યારે છાપો માર્યો ત્યારે તે લોકો ભાગી ગયા હતા. જે બાદ દારૂ મંગાવનાર અને દારૂ ક્યાંથી આવે છે તેની શોધખોળ શરૂ કરી છે.
➤ ઉપરાંત શહેરના સુભાષબ્રિજ વિસ્તારમાંથી પણ પોલિસે ₹13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
શહેરના આરટીઓ સર્કલ પાસેથી ટાટા હેકઝા કારમાં દારૂનો જથ્થો આરટીઓ થઈ ચીમનભાઈ બ્રિજ તરફ જવાનો હતો. તેવી બાતમી હતી. જેથી ડીસીપી ઝોન 2, એલસીબી ટીમે ત્યાં વોચ ગોઠવી હતી. જે દરમિયાન ત્યાંથી કાર નિકળી હતી અને કારચાલક અને અન્ય એકની ધરપકડ કરી હતી.
જ્યાં કારમાં 1000થી વધુ દારૂની બોટલો ઝડપાઈ હતી. જેની બજાર કિંમત ₹13 લાખથી વધુ હતી.
પૂછપરછમાં જાણવા મળ્યું કે કારચાલક અને અન્ય શખ્સનું નામ ઝહાન અજમેરી અને મોહંમદ ઝરફાન શેખ હતું. અને તેમને દાણીલીમડામાં રહેતા શાહિદ ઉર્ફે વસૂલીના કીધા મુજબ ઓળખિતાને ત્યાંથી દારૂનો માલ લઈ તેને આપવાનો હતો તેમ જણાવ્યું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.