શું તમે પેટ ડોગ પેરેન્ટ્સ છો ?
Updated on 04-01-2025 17:33
તો તમારા પેટ-ડોગનું રજીસ્ટ્રેશ જરૂરથી કરો.
.png)
અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને શ્વાનના કરડવાથી થતાં રેબિશ (હડકવા)થી મુક્ત કરવા માટેના એક પ્રયાસ મુજબ પાલતુ શ્વાન (પેટ ડોગ) રાખવા માટેનું રેજિસ્ટ્રેશન કરાવવા માટેની અપીલ કરવામાં આવી હતી.
જે 1 જાન્યુઆરી 2025થી અનિવાર્ય થઈ ગયું છે. પેટ ડોગ પેરેન્ટ્સ 3 મહિના સુધી આ માટે રજિસ્ટ્રેશન કરી શકશે.
જ્યાં ડોગ પેરેન્ટસે જરૂરી પુરાવા સાથે તેમના પેટ ડોગનું રેજિસ્ટ્રેશન ₹200 ચાર્જ આપીને કરવાનું રહેશે.
રેજિસ્ટ્રેશન કરાવવા માટેના પગલાં
સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રહેશે.
➨ step-1 સૌપ્રથમ https://ahmedabadcity.gov.in પર જાવ
➨ step-2 હોમ પેજ પર પેટ ડોગ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો
➨ step-3 જરૂરી (માંગ્યા મુજબ)ની માહિતી ભરો
➨ step-4 જરૂરી (માંગ્યા મુજબ) ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
જરૂરી પુરાવા :
➤ અરજદરનું આધારકાર્ડ /ચૂંટણી કાર્ડ
➤ અરજદારનું ટેક્સ બિલ
➤ અરજદારનું લાઇટ બિલ
➤ અરજદારના ફોટોગ્રાફ્સ
➤ અરજદરના પાલતુ શ્વાન (પેટ ડોગ)નો ફોટોગ્રાફ્સ
➤ પાલતુ શ્વાન (પેટ ડોગ) રાખવાના સ્થળનો ફોટોગ્રાફ્સ
જ્યાં અરજદારે રજિસ્ટ્રેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન જ ₹200 ફી ચૂકવવાની રહેશે.
ઉપરોક તમામ પ્રક્રિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ અનર્ગત થશે.
આ રજિસ્ટ્રેશન પાછળનું કારણ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન છે.
જેમાં એનીમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ્સ રૂલ્સ- 2023 તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), જ્યાં AMCએ Rabies free Ahmedabad city ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાળતું શ્વાન (પેટ ડોગ)નું રજીસ્ટ્રેશન 1 જાન્યુઆરી 2025થી 90 દિવસ સુધીમાં કરાવવું ફરજિયાત કર્યું છે.
અત્યાર સુધી અમદાવાદમાં 3 દિવસની અંદર 442 પાળતુ શ્વાન (પેટ ડોગ)ની નોંધણી પેટ ડોગ પેરેન્ટ્સ દ્વારા થઈ ચૂકી છે.
અત્યાર સુધીમાં...
➤ 1 જાન્યુઆરી 135
➤ 2 જાન્યુઆરી 195
➤ 3 જાન્યુઆરી 112 જેટલા રજીસ્ટ્રેશન થયા.
હાલ નોંધણી પ્રક્રિયા ચાલુ જ છે. જો મ્યુનિ. સાઇટનું સર્વર ડાઉન બતાવે તો થોડા સમય બાદ પ્રયત્ન કરવો.