પેલેડિયમ મોલ બહાર લુખ્ખાઓનો આતંક!
પોલિસે મહારાષ્ટ્રના સતારાથી ધરપકડ કરી.
.gif)
શહેરમાં થલતેજ વિસ્તારમાં એસ.જી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ બહાર લુખ્ખા તત્ત્વોનો ખુલ્લો આતંક જોવા મળ્યો હતો.
અચાનક બે ગાડીમાં આવેલા શખ્સોએ આજુબાજુમાંથી નીકળતા લોકો પર તલવાર જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો. તેવો વિડીયો વાયરલ થયો હતો.
ઘટનાની વધુ તપાસમાં પોલીસ તંત્રને જાણવા મળ્યું હતું કે બે જૂથના ધાંધકીય વિવાદોનાને લીધે આ ઘટના બની હતી.
બે જૂથોની લેતી-દેતી બાબતે આ ઘટનામાં ઘાતક હથિયારોથી તેઓ હુમલો કરે છે તેવું હુમલાના ફૂટેજમાં સામે આવ્યું છે. પોલિસે ટૂંક સમયમાં તેઓને મહારાષ્ટ્રના સતારાના ટોલ બુથ પાસેથી બસ રોકીને ઝડપી પાડયા હતા.
પોલિસે ઘટનાના આરોપી જીગ્નેશ રબારી, પ્રિન્સ જહાંગીર, પવન ઠાકોર, મિહિર દેસાઇ, કૈલાસ દરજીની ધરપકડ કરી છે.
જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.