થલતેજ સ્થિત લાઇબ્રેરીને આધુનિક બનાવાશે.
જે ગુજરાત વિદ્યાપીઠના તાબા હેઠળ ચાલે છે.
.png)
ગુજરાત વિદ્યાપીઠ હેઠળ થલતેજમાં ચાલતી લાઇબ્રેરીનું વિસ્તરણ અને આધુનિકીકરણ કરાશે.
થલતેજ ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી લાયબ્રેરીને આધુનિક લાયબ્રેરી બનાવવાની ગુજરાત વિદ્યાપીઠના કુલપતિની વિચારણા પર મહોર.
.png)
શહેરના થલતેજ વિસ્તારમાં ગુજરાત વિદ્યાપીઠની 2000 વાર જગ્યા હયાત છે. જ્યાં નાના કદની લાયબ્રેરી સ્થિત છે.
અહિં વિધાર્થીઓ વાંચન માટે તથા વૃદ્ધો સમાચાર પેપર વાંચવા આવતા જતાં હોય છે. પણ આજુબાજુ વધેલી જમીનનો પૂરતો ઉપયોગ કરી શકાતો નથી. તેથી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં લાઇબ્રેરી વિસ્તરણના પ્રોજેક્ટ પર મહોર લાગી.
લાઇબ્રેરીના વિસ્તરણનો હેતુ અહિં વધારે વિધાર્થીઓ આવે અને બેસીને વાંચી શકે તથા લાયબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરી શકે તેવો છે.
વધુમાં ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક હર્ષદ પટેલના નિવેદન મુજબ થલતેજ બસ સ્ટેન્ડ પાસે આવેલ આ લાઇબ્રેરીમાં 3-4 ઓરડા ધરાવતા બાંધકામમાં લાઇબ્રેરી છે. જ્યાં 500 જેટલા પુસ્તકોની સુવિધા છે. બિલ્ડિંગ નાની છે. તેથી લોકો પણ ઓછા આવે છે. તેથી કુલપતિની ઈચ્છા છે કે 2000 વારની સમગ્ર જગ્યાનો વિધાર્થીઓના હિત માટે વપરાશ થાય.
પ્રોજેક્ટની કાયદેસરની પરમીશન મળ્યા બાદ બિલ્ડિંગ ડિઝાઇનિંગનું કામ શરૂ થઈ જશે. ગુજરાત વિદ્યાપીઠનો પ્રયત્ન રહશે કે તેઓ વધુમાં વધુ વિધાર્થીઓને બેસવાની અને વાંચનની સુવિધા આપી શકે.
આ સાથે ગુજરાત વિદ્યાપીઠે બીજા મહત્વના નિર્ણયો પણ લીધા છે.
➡ ગુજરાત વિદ્યાપીઠમાં કોમર્સ શાખાને લગતા કોઈ કોર્સ નથી. હવે પછીના નવા સત્રથી અહિં કોમર્સ કોર્સ શરૂ કરવામાં આવશે.
જેને મણીબેન પટેલ કોમર્સ વિભાગ નામ આપવામાં આવશે. ( સરદાર પટેલના પુત્રી મણીબેન પટેલે અહિં અભ્યાસ કર્યો હોવાથી શાખાને તેમનું નામ આપવામાં આવશે).
➡ ગુજરાત વિદ્યાપીઠ કેમ્પસમાં સ્થિત સ્નાનાગારમાં વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ તૈયાર કરાશે.