ઓનલાઈન ફ્રોડ કરતાં જ્યોતિષોથી સાવધાન!
અમરાઇવાડીનો કોલેજિયન યુવક છેતરાયો

ઓનલાઈન મળેલા જ્યોતિષની જાળમાં ફસાયો અમરાઇવાડીનો કોલેજિયન યુવક!
હાલ ઘણી જગ્યા પર જ્યાં જોવો ત્યાં સોશિયલ મીડિયામાં જ્યોતિષ વગેરેની એપ્સ તથા ઇંસ્ટાગ્રામ જેવા મોટા પ્લેટફોર્મ પર જાહેરાત અથવા રીલ વિડીયો વગેરે પર જ્યોતિષના મુખોટામાં બેઠેલા પૈસા પડાવનાર બહેરૂપિયાઓ બેઠા હોય છે.
આવા જ એક જ્યોતિષની જાળમાં અમરાઇવાડી વિસ્તારનો કોલેજિયન યુવક પ્રિન્સ દેસાઇ ફસાયો.
પ્રિન્સ દેસાઇ હાલ કોલેજના ત્રીજા વર્ષમા અભ્યાસ કરે છે તથા ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે. પ્રિન્સે એપ્રિલ 2023મા એસ્ટ્રોલોજર મયુર જોશી નામના વ્યક્તિનો રીલ વિડીયો જોયો હતો. જેને લીધે તેણે પ્રભાવમાં આવી તેનો સંપર્ક કર્યો હતો અને વાત કરી હતી.
એસ્ટ્રોલોજર મયુર જોશી નામના વ્યક્તિએ વોટ્સેપ કોલ પર ભગવાનના ફોટા બતાવીને પૂજા કરી હતી જેને માટે તેણે 5000 રૂપિયા લીધા હતા. તેણે કહ્યું હતું કે 24 કલાકમાં તમારું કામ થઈ જશે.
24 કલાક બાદ પણ કામ ન થતાં પ્રિન્સે જ્યાંરે ફોન કર્યો તો તેણે જણાવાયું કે તેને કોઈ દેવી દોષ નડે છે. જે માટે અલગ વિધિ કરવી પડશે. જે માટે 27 હજાર માંગ્યા હતા જેથી પ્રિન્સે મોકલી આપ્યા હતા.
આમ સારી સરકારી નોકરી અને સારી છોકરી મળે તેવી વિવિધ વિધિઓના નામે તેણે 4 લાખથી વધુની રકમ પડાવી હતી.
બધી વિધિ બાદ પણ કઇં સારું ન થતાં પ્રિન્સે પૈસા પાછા માગ્યા તો પોતાને જ્યોતિષ કહેતા મયુર જોષીએ પૈસા પાછા આપવાનો ઇનકાર કર્યો હતો અને જે થાય તે કરી લેવાની ધમકી આપી હતી.