ઔડા 7 પ્લોટસનું ઓક્શન કરશે.
100 કરોડથી વધુ મળશે ઔડાને!

ઔડા શહેરના અલગ-અલગ વિસ્તારના પ્લોટનું ઈ-ઓક્શન કરશે અને 100 કરોડથી વધુનું કલેક્શન કરશે
શહેરી વિકાસ સત્તા મંડળ(ઔડા) શહેરના વેજલપુર, ચાંદખેડા, નિકોલ, બોપલ વિસ્તારમાં પ્લોટને ઈ-ઓક્શન માટે મૂકશે.
વિવિધ વિસ્તારમાં નક્કી કરાયેલ અપસેટ પ્રાઇઝને ધ્યાનમાં રાખી હરાજી કરાશે. વિસ્તાર પ્રમાણે અપસેટ પ્રાઇઝ 55 હજારથી 2.72 લાખ સુધીંની નક્કી કરાઇ છે.
અગાઉ આ 7 પ્લોટ માટે ઈ-ઓક્શન કરાયું હતું પણ ત્યારે ડેવલપર્સ તરફથી સારો પ્રતિસાદ ન મળતા હવે ફરી વાર તેને ઓક્શનમાં મૂકવામાં આવશે.
આ પ્લોટસ કોમર્શિયલ તથા રેસિડેન્શિય હેતુથી અપાશે.
નિકોલમાં 14,846 ચો.મી.નો પ્લોટ જેની બેઝ પ્રાઇઝ 55,000 છે. જ્યાં વેજલપુર વિસ્તારમાં 3,169 ચો.મી.નો કોમર્શિયલ પ્લોટ છે જેની બેઝ પ્રાઇઝ 2,72,500 છે.
આવનાર સપ્તાહમાં ઈ-ઓક્શન માટે જાહેરાત કરવામાં આવશે.