Explore

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

આશ્રમ ભૂમિ વંદના પ્રોજેક્ટ

Updated on 24-01-2025 13:39

સાબરમતી આશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ

આશ્રમ ભૂમિ વંદના અર્થાત મહાત્મા ગાંધી સાબરમતી નદીના કિનારે આવેલું મહાત્મા ગાંધીજીણું આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ

આશ્રમ ભૂમિવંદના પ્રોજેક્ટ એટલે ગાંધી બાપુનું સાબરમતી આશ્રમ જે હાલ 5 એકરમાં ફેલાયેલું છે. તે આશ્રમ તે 55 એકરમાં વિસ્તરણ કરવાનો બહુહેતુક પ્રોજેક્ટ 

સાબરમતી આશ્રમ અમદાવાદના વાડજ સર્કલથી સુભાષબ્રિજ સર્કલ તરફ જવાના રસ્તામાં સ્થિત છે. જેને રાષ્ટ્રીય સ્મારકનો દરરજો મળેલ છે.

વર્ષ 1917માં ગાંધીજીએ સાબરમતી તટ પર સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી. આશ્રમની સ્થાપના બાદ બાપુ સ્વતંત્રતાની બધી જ ચળવળ અહિંથી શરૂ કરેલી હતી. વર્ષ 1917 થી 1930 સુધી ગાંધીજી સાબરમતી આશ્રમમાં જ રહેતા હતા.

આશ્રમમાં બનેલ મ્યુઝિયમની ઇમારત વર્ષ 1963માં બનાવવામાં આવી હતી.

આશ્રમમાં તે સમયના ઘણા મહત્વના બાંધકામ છે.

હ્રદય કુંજ : ગાંધી બાપુ અને તેમના ધર્મપત્ની કસ્તુરબા ગાંધીનું નિવાસ. કાકા કાલેલકરે આ નિવસ્થાનને હ્રદય કુંજ નામ આપ્યું હતું. 

 1930માં દાંડી યાત્રા દરમિયાન બાપુએ પ્રતિજ્ઞા લીધી હતી કે "કાગડા કુતરાની મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પગ નહીં મુકું. તે પ્રતિજ્ઞા પછી વર્ષ 1948માં દિલ્લીમાં મૃત્યુ સુધી તેઓ આ આશ્રમમાં આવ્યા નહીં.

મગન નિવાસ : ગાંધીજીના ભત્રીજાનું નિવાસ 
વિનોબા કુટીર : વિનોબા ભાવે વર્ષ 1918 થી 1921 સુધી અહિં જ રહ્યા હતા. 
મીરા કુટીર : મેડેલીન સ્લેડ જે બ્રિટિશ એડમીરલના પુત્રી હતા. તેઓ આશ્રમવાસી બની તેઓ અહિં જ રહેતા હતા. બાપુએ તેમને મીરા નામ આપ્યું હતું. 

સોમનાથ છાત્રાલય : વિધાર્થીઓ તથા કાર્યકર્તાઓને રોકાવા-જમવા માટેની વ્યવસ્થા અહિં થતી હતી. 
ઉપાસના મંદિર/પ્રાર્થના ભૂમિ : ગાંધીજી સાબરમતીને કાંઠે પ્રાર્થના કરતાં તે પવિત્ર સ્થાન 
જૂનું રસોડું, દસ ઓરડી પણ અહિં સ્થિત છે. 
ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ : અત્રે બાપુના જીવન વિષયક સંગ્રહો મુકાયેલા છે.  

ગાંધી આશ્રમ વિસ્તરણમાં ઉમેરવામાં આવનાર નવા બાંધકામ અને અન્ય સુવિધાઓ

જૂનું જે આશ્રમ 5 એકરમાં ફેલાયેલું છે તે આશ્રમને 55 એકરમાં વિસ્તૃત કરાશે. અર્થાત અહિં નોંધપાત્ર સુધારા-વધારા થશે.

આશ્રમમાં જરૂર જણાશે ત્યાં રિ-સ્ટ્રેન્થનું કામ કરાશે બાકી મૂળ આશ્રમ સાથે કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.  

આશ્રમની કુલ 36 જેટલી ઇમારતોને રિડેવેલપ કરાશે. જ્યાં 20 જેટલી ઇમારતોનું સંરક્ષણ સાથે પુન:નિર્માણ કરાશે. જેમાં હ્રદય કુંજ, નંદિની નિવાસ, ગૌશાળા, વિનોબા કુટીર, મીરા કુટીર, સરદાર પટેલનું કાર્યાલય, દસ ઓરડી, જૂનું રસોડું સહિતની ઇમારતોને રિ-ડેવેલપ કરાશે.

નવા બાંધકામોમાં શું-શું બનશે ?

➤ વિશાળ એન્ટ્રી ગેટ 
➤ ખાદી ભંડાર 
➤ ઓરીએન્ટેશન સેન્ટર 
➤ એક્ઝિબિશન સેન્ટર 
➤ એમ્ફિથિયેટર 
➤ કેફેટેરિયા 
➤ વર્કશોપ એરિયા 
➤ વોટર હાર્વેસ્ટિંગ પોન્ડ 
➤ કાર્યાલય 
➤ પાર્કિંગ એરિયા (50 બસ , 250 કાર)

આશ્રમ ભૂમિ વંદના પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી

આ પ્રોજેક્ટનો સંપૂર્ણ ખર્ચ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે . જ્યાં કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે ₹1200 કરોડ ફાળવ્યા છે.

આશ્રમની ડિઝાઇન તથા મેનેજમેન્ટનું કામ HCP કંપનીને આપવામાં આવ્યું છે.

આશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ દરમિયાન આશ્રમનું યથા સ્વરૂપ જળવાઈ રહે તેની સંપૂર્ણ તકેદારી સાથે કામ કરવામાં આવશે. ( મૂળ ઢાંચા સાથે કોઈ ચેડાં કરવામાં નહિ આવે)

મૂળ આશ્રમ જે સામગ્રીઓથી બન્યું હતું.  તે જ સામગ્રીઓનો ઉપયોગ કરીને તેને પુનઃસ્થાપિત કરાશે. જેમાં ચૂનો, ગોળ, શંખજીરું, ગૂગળ, અડદ, મેથી, ચિરોડીનો ઉપયોગ કરાશે. ઉપરાંત છત માટે નડિયા તથા વલસાડી સાગનો ઉપયોગ થશે. ક્યાંય પણ સિમેન્ટ કે સ્ટીલની સામગ્રીનો ઉપયોગ નહીં થાય.

આશ્રમ પરિસરમાં હાલ સુધી 300 જેટલા પરિવારો રહેતા હતા. પરંતુ રિ-ડેવલપમેન્ટમાં તેમની રહેણાંક જગ્યાઓ આવતી હોવાથી તેઓને વૈકલ્પિક સુવિધાના ભાગ રૂપે નારણપુરા વિસ્તારમાં ફ્લેટ ફાળવવામાં આવ્યા છે. 

હાલ ગૌશાળા, દસ ઓરડી તથા વર્ષાવન બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.

મુલાકાતીઓને સ્વચ્છ વતાવરણ આપવા આશ્રમની ફરતે મોટાપાયે પ્લાન્ટેશન કરવામાં આવશે. જ્યાં 11000 જેટલા મોટા વૃક્ષો અને 1,50,000 જેટલા રોપા વાવવામાં આવશે.

અત્રે વર્ષા વન પણ બનાવવામાં આવશે જેમાં ઉનાળામાં રોપાઓને પાણી આપવા 4 જેટલી રેઇન ગન લગાવવામાં આવશે. 55 એકરના આશ્રમમાં વૃક્ષોની વાવણી અને જાળવણી  હાર્ટ ફૂલનેશ NGO દ્વારા કરવામાં આવશે.

આશ્રમના 2 ગેટ બનશે. જ્યાં મુખ્ય ગેટ કલેકટર કચેરી તરફ બનાવવામાં આવશે. અને બીજો ગેટ વાડજ બાજુ બનાવવામાં આવશે. જેથી તે રોડ અવર-જવર માટે અંધ કરવામાં આવશે.

આશ્રમનું સંપૂર્ણ કામ 2026 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે.   

Published by: Kunal Solanki
Published on: Jan 24, 2025
4 LIKE
SHARE
75 VIEWS

MORE NEWS