શું અમદાવાદ પૂર્વને નવી મ્યુનિસિપાલિટી મળશે?
મ્યુનિ. પૂર્વના લોકો સાથે મતભેદ કરે છે! તેવા આક્ષેપો!

વિકાસના વલખા, પૂર્વ અમદાવાદના લોકોની અલગ મહાનગરપાલિકા માટેની માંગ
અમદાવાદની મહાનગરપાલિકા અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારને 48 જેટલા વોર્ડમાં વિભાજિત કરેલા છે. અને અમદાવાદ મહાનગરને પૂર્વ અને પશ્ચિમ એમ બે વિસ્તારમાં ગોઠવેલ છે.
જ્યાં અમદાવાદના પૂર્વના કોટ વિસ્તારના 30 વોર્ડ અને પશ્ચિમ વિસ્તારમાં 18 વોર્ડ તે રીતે મ્યુનિ. અંતર્ગત કામ કરાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ વિસ્તારની તુલનામાં પૂર્વનો વિકાસ કેટલો ?
જે બાબતોને ધ્યાનમાં રાખી પૂર્વ વિસ્તારના લોકોની માંગણી છે કે તેઓને અલગ મ્યુનિસિપાલિટી મળે.
અત્રે અગત્યનો મુદ્દો એ પણ છે કે મહાનગરપાલિકાની રચના ક્યારે અને કયા સંજોગોમાં થાય! અને પૂર્વના લોકોની માંગ કેટલી યોગ્ય ?
મહાનગરપાલિકા કેવી રીતે બને ?
•જે તે શહેરની વસ્તી 3 લાખ કે તેથી વધુ થાય ત્યારે રાજ્ય સરકાર તે શહેરની અલગ મહાનગરપાલિકા જાહેર કરે છે.
•જે નગરપાલિકા અધિનિયમ 1963 મુજબ સંચાલન હેઠળ મૂકવામાં આવે છે.
•મહાનગરપાલિકા ઘોષિત કરવા આસપાસના ગામ જોડીને પણ તેને મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવે છે.
અહિં અમદાવાદની કુલ વસ્તી 2011ની વસ્તી ગણતરી મુજબ 70 લાખ આસપાસ હતી. આ આંકડા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વિભાજિત થાય તો પણ આંકડો 30 લાખથી વધે તેમ છે.
જેથી કાયદાકીય રીતે પૂર્વને અલગ મહાનગરપાલિકા મળી શકે તેમ છે.
અહિં ડેવલપમેંટ અને અન્ય ઘણી સુવિધાઓ જોઈએ તો પશ્ચિમ અમદાવાદની તુલનામાં પૂર્વ અમદાવાદનો વિકાસ ઘણો પાછળ છે.
અહિં પીવાના પાણીની સમસ્યા, વરસાદી પાણીના નિકાલની સમસ્યા, ગટરની સમસ્યા, પ્રદૂષણ વગેરે..
ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનમાં અહિં મેટ્રોની ફાળવણીનું દેખીતું ઉદાહરણ. અન્ય ટ્રાન્સપોર્ટેશનમાં પણ તકલીફો.
વિકાસના નામ પર મતભેદો. ઉપરાંત તમામ નવા પ્રોજેક્ટ પ્રથમ પશ્ચિમ અમદાવાદમાં જ થતાં હોય છે.
આ બધા મુદ્દા ધ્યાનમાં રાખી પૂર્વના લોકોની માંગ છે કે તેઓને અલગ મ્યુનિસિપાલિટી મળવી જોઈએ.