Explore

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)
વસંત ઋતુ

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

બેંક : ચાલુ છે.

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

05-05-2025

વિક્રમ સંવત 2081 ફાગણ સુદ એકમ

રાશિ : કુંભ (અક્ષરો: ગ,સ,શ,ષ)

વસંત ઋતુ

બેંક : ચાલુ છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદ સ્મૃતિ દિન / રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

પયોવ્રત પ્રારંભ

07:02 AM
06:42 PM
-- °C

બજાર

VALUES

Commodities

Gold ₹ 83500.00 (+0.00)
Silver ₹ 94300.00 (+0.00)

Fuel

પેટ્રોલ ₹ 94.49/લીટર
ડીઝલ ₹ 90.17/લીટર
CNG ₹ 80.48/Kg
ઘરેલુ સિલિન્ડર ₹ 810.00/સિલિન્ડર

અમદાવાદને ઓલિમ્પિક યોગ્ય બનાવવા તૈયારીઓ શરૂ

મ્યુનિ.એ રૂપરેખા તૈયાર કરવા કોન્ટ્રેક્ટ આપ્યો

અમદાવાદમાં સંભવત 2036 ઓલિમ્પિકની પ્રિ-તૈયારીઓ માટે મ્યુનિ. તંત્રના પોઝિટિવ પ્રયાસ

હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં 3036 ઓલિમ્પિક માટે વન સ્ટેપ ફોરવર્ડ તરીકેની ભૂમિકા શરૂ કરી દીધી છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ ઓલિમ્પિક 3036 માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જરૂરી સુધારા વધારા માટે કોલાઝ ડિઝાઇન નામક કંપનીને 12.56 કરોડમાં કામગીરી સોંપી છે. 

આ કંપનીને ઓલિમ્પિક 2036 અને વિકસિત અમદાવાદ 2047 માટેનો માસ્ટર પ્લાન બનાવવાનો કોન્ટ્રેક્ટ આપ્યો છે.

આ કંપનીએ અગાઉ લંડન ઓલિમ્પિકમાં લંડન સિટી માટે કામ કર્યું હતું. તથા અમેરિકામાં 2028માં થનાર સાનફ્રાન્સિસ્કો ઓલિમ્પિક માટેનો માસ્ટર પ્લાન બનાવવાનો કોન્ટ્રેક્ટ પણ તેમને જ મળ્યો છે. જે અમદાવાદ માટે પણ કામ કરશે.

આ કંપની શું કામ કરશે ?

➤ 2036 ઓલિમ્પિક હોસ્ટ બનવા સિટીમાં શું ખૂટે છે તેનો સર્વે કરશે. 
➤ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રિયલ, કોમર્શિયલ, હેરિટેજ, કલ્ચર, હવામાન, હેલ્થ માટે સિટીની યોગ્યતા, ક્લાઇમેટ, સ્પોર્ટસ સુવિધા, કનેક્ટિવિટી વગેરે બાબતોનો તમામ ખૂણેથી અભ્યાસ કરશે. 
➤ 2036 અને 2047માં અમદાવાદ કેવું હોવું જોઈએ તેની રૂપરેખા તૈયાર કરશે. 
➤ ભવિષ્યમાં સ્પોર્ટસની મેગા ઇવેન્ટ્સ, લેટેસ્ટ ઇન્ફ્રા પ્રોજેક્ટનો ઢાંચો પણ તૈયાર કરશે. 
➤ સિટીને હજી સુધારવાના નવા રસ્તા અને ડેવેલપમેન્ટ પર રિપોર્ટ પ્રેસન્ટ કરશે.

શહેરની હોટેલ્સ, રેસ્ટોરન્ટસ, ફાયનાન્સિયલ સર્વિસ વગેરે પર પણ રિપોર્ટ આપશે.

મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટી તરફથી મળતી માહિતી મુજબ 2036માં અને 2047માં અમદાવાદ કેવું હોવું જોઈએ તેની તમામ માહિતી મળશે. જે અમદાવાદના વિકાસમાં સપોર્ટ કરશે. 

Published by: Kunal Solanki
Published on: Jan 23, 2025
1 LIKE
SHARE
35 VIEWS

MORE NEWS