જમીન વિવાદમાં ભત્રીજાએ કાકાનો જીવ લીધો!
શનિવાર સાંજે નહેરુનગર વિસ્તારમાં વૃદ્ધ પર ગોળી મારી કરાયેલી હત્યાનો ભેદ ખૂલ્યો!
શનિવારે સાંજે નહેરુનગર વિસ્તારમાં શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતાં વૃદ્ધ બદાજી મોદી પર અજાણ્યા શખ્સો દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી. જે બાદ સારવાર દરમિયાન બદાજી મોદીનું મોત થયું હતું. આ પહેલા 14મી ઓકટોબરના રોજ મૃતક પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો; પરંતુ ત્યારે તેમનો જીવ બચી ગયો હતો.
ક્રાઇમબ્રાન્ચ દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે ગોળી ચલાવી હુમલાખોરો સારંગપુરથી રાજસ્થાન નાસી ગયા હોવાની ચોક્કસ માહિતી મળી હતી. ત્યારે પોલીસ દ્વારા એક ટુકળી રાજસ્થાન તરફ મોકલવામાં આવી હતી. પણ ત્યાંથી જાણવા મળ્યું કે હુમલાખોરો ઉદયપુરમાં બાઇક મૂકીને MP રતલામ તરફ નાસી ગયા હતા. ત્યાં બીજી ટુકળી રતલામ તરફ રવાના કરાઇ હતી જ્યાં. શનિવારની રાતે જ સાળા બાર વાગ્યાની આસપાસ પોલીસ દળે બાતમીના આધારે એક બસ રોકી જેમાંથી હુમલો કરનાર આરોપી કુલદીપ પરમાર ( રહે મેમ્કો, પ્રેમનગર) અન્નું રાજપૂત ( રહે અનિલ વકીલની ચાલી, પ્રેમનગર-મેમ્કો) અંકિત ભદોરીયા (રહે અનિલ વકીલની ચાલી, પ્રેમનગર-મેમ્કો)ને પકડી પડ્યા.
પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ ભાડૂઆતી કિલર હતા, ગોળી ચલાવનાર હાથ તો આમના હતા, પરંતુ ગોળી મારવાની સોપારી કોઈ બીજા દ્વારા આપવામાં આવી હતી.
પ્રેમનગરમા રહેતા અને ઘૃણાજન્ય કામ કરનારા હત્યારાઓની વધારે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેમને આ કામ કરવાના ₹25 લાખ આપવામાં આવવાના હતા. અને કામ કરવાની સોપારી તેમને પાલડી વિસ્તારમાં રહેતા અશોક મારવાડીએ આપી હતી. ક્રાઇમબ્રાન્ચે હુમલાખોરોના બયાનને આધારે તેની ધરપકડ કરી; જ્યાં ઘટનાને કારણ સહિત સિદ્ધ કરે તેવા ખુલાસા થયા.
આજથી એક વર્ષ પહેલા સોપારી આપનાર અશોક મારવાડીના પિતા ખેતારામ મરવાડીની સિરોહીમાં હત્યા થઈ હતી, આ હત્યા પાછળ બદાજી મોદી અને તેમના પુત્ર પર જતી શંકા અને સિરોહીમાં રહેલી ₹2.50 કરોડની 40 વીઘા જમીનના વિવાદમાં ભત્રીજા અશોક મારવાડીએ કાકા બદાજી મોદીની હત્યાનું કાવતરું ઘડ્યું
અગાઉ ચાકુથી કરેલ હુમલાથી બદાજી મોદી બચી ગયા હતા. ત્યાર બાદ ગોળી ચાલળવાનું નક્કી કરી શનિવારે હુમલાખોરોએ હત્યાને અંજામ આપવાનું નક્કી કર્યું. આ સમગ્ર કાંડ બદલ તેમને મૃતકના ભત્રીજા તરફથી ₹25 લાખની સોપારી અપાઈ હતી, જેના માટે ₹75 હજાર એડવાંન્સ આપી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ પિતાના મૃત્યુ પાછળ બદાજી મોદીનો હાથ હોવાની શંકા અને જમીન વિવાદને લીધે આરોપી અશોક મારવાડી એ રચ્યો આખો પ્લાન, હુમલાખોરોને હથિયાર અને મોટર સાયકલની સગવડ પણ કરી આપી હતી.
ફાયરિંગ કરનાર કુલદિપ પરમાર મૂળ મધ્યપ્રદેશનાં મુરેનાનો વતની , સોપારી લેનાર અન્નું રાજપુત કાનપુર ઉત્તરપ્રદેશનો છે, મદદગારી કરનાર અંકિત ભદોરીયા મધ્યપ્રદેશનાં ભીંડનો વતની.
આ કેસમાં બેદરકારી બદલ એલિસબ્રિજના PI બી.ડી ઝીલરીયા સસ્પેન્ડ.