એપ્રિલમાં ખુલ્લો મુકાશે પલ્લવ ફ્લાયઓવર!
લાંબા સમયથી કામ ચાલી રહ્યું હતું.
શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલા નારણપુરાના પલ્લવ ફ્લાયઓવરનું કામ હવે પતવાના આરે!
પલ્લવ ચાર રસ્તા પાસે બની રહેલા ફ્લાયઓવરને બનાવવાનું કામ લાંબા સમયગાળાથી ચાલી રહ્યું હતું, હાલ જેનું 85% જેટલું કામ પૂરું થઈ ગયું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹104.16 કરોડમાં આ ફ્લાયઓવરનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું. આ ફ્લાયઓવર બે સ્પાનમાં બે લેનનો બનાવાયો છે. જેની લંબાઈ 935 મીટર છે.
ફલાયઓવર શરૂ થતાં 1 લાખથી વધુ લોકોને અવર-જવરમાં ફાયદો થશે.
85% જેટલું કામ પૂરું થવાની માહિતી મળતા સ્ટેન્ડિંગ કમિટીએ ઝડપ કરવાની તંત્રને સૂચના આપી હતી. અગાઉ એપ્રિલ સુધીમાં સંપૂર્ણ કામ પૂરું થઈ જશે! ત્યાર બાદ એપ્રિલમાં જ લોકાપર્ણ થાય તેની સંભાવના!