NAAC ઇન્સ્પેક્શન માટે ગુજ. યુનિવર્સિટી સજાવાઇ
આજથી 3 દિવસ NAACની ટીમ ઇન્સ્પેક્શન કરશે.

ગુજરાત યુનિવર્સિટીમાં આજથી ત્રણ દિવસ NAACનું ઇન્સ્પેક્શન
નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ (NAAC)ના 7 સભ્યોંની ટીમ આજ રોજથી 3 દિવસ માટે ગુજરાત યુનિવર્સિટીંની વિઝિટ કરશે. આ દરમિયાન યુનિવર્સિટીનું તેઓ ઇન્સ્પેક્શન કરશે.
NAAC શું છે ?
➢ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ (NAAC)
ભારતની એવી સંસ્થા જે ભારતમાં ચાલતા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સંકુલ જેવા કે કોલજ, યુનિવર્સિટી, અન્ય સંસ્થાઓંને તેમના શિક્ષણ, ભણતરના રીત-ભાત, વિધાર્થીઓંની પ્રગતિ, શિક્ષકોની સ્કિલ, યુનિવર્સિટી વગેરેના કેમ્પસ, વિધાર્થીઓને મળતી સુવિધા વગેરેનું અવલોકન કરીને જે-તે કોલેજ કે યુનિવર્સિટીને ગ્રેડ આપે.

જ્યારે આપણે કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લેતી વખતે ધ્યાન દોર્યું હોય તો! ત્યાં NAAC દ્વારા જે-તે સંસ્થાને અપાયેલ ગ્રેડને હાઇલાઇટ કરીને બતાવવામાં આવે છે.
તે જ ગ્રેડ માટે ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ NAAC ઇન્સ્પેક્શન માટે અરજી કરી હતી. જે બાદ તે મંજૂર થતાં NAACની ટીમ આ અંગે ઇન્સ્પેક્શન કરશે અને યુનિવર્સિટીને ગુણ આપશે.
યુનિવર્સિટીમાં 10 વર્ષ બાદ NAAC ઇન્સ્પેક્શન થવા જઈ રહ્યું છે. અત્યાર પહેલાના પૂર્વ કુલપતિ ડૉ. હિમાંશુ પંડયા દ્વારા આ બાબતે રસ દાખવવામાં આવ્યો ન હતો.
NAACની ગુણ આપવાની પ્રણાલીમાં 70% ડોક્યુમેન્ટેશન આધારિત તથા 30% વિઝિટ દરમિયાન તે રીતે ગુણ પરથી ગ્રેડ આપવામાં આવે છે.
ગુજરાત યુનિવર્સિટીને વધુ ગુણ મળે તે માટે એક મહિના આગાઉથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં કેમ્પસને રંગરોગાન, કચરાના ઢગલા હટાવાયા, બંધ પડેલી અને ધૂળ જામેલી લેબને સાફ કરાઇ અને ઘણું બધુ! આ ઉપરાંત અગાઉ અમદાવાદ મીડિયાએ આપેલા અહેવાલ મુજબ છોકરાઓના હોસ્ટેલની કથડાઈ ગયેલી હાલતનું અત્યારે શું કરાયું છે. તે અંગે હજી કોઈ સ્પષ્ઠતા નથી.