યુનિ.ના એનિમેશન કૌભાંડમાં આરોપીની ધરપકડ
પૂર્વ કુલપતિને નોટિસ અપાઈ!

ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગમાં થયેલા કૌભાંડમાં પૂર્વ કુલપતિ હિમાંશુ પંડયાને તપાસ માટે નોટિસ
અગાઉ સામે આવેલા કૌભાંડમાં ગુજરાત યુનિવર્સિટીમાં એનિમેશન વિભાગમાં પૂર્વ કોર્ડીનેટર કમલજિત લખતરિયાએ ₹4.09 કરોડના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપી કમલજિતની ધરપકડ કરી હતી.
જ્યાં હવે ભૂતપૂર્વ કુલપતિ હિમાંશુ પંડયા, રજિસ્ટ્રાર પિયુષ પટેલ તથા ભૂતપૂર્વ સિન્ડીકેટ સભ્ય વનરાજસિંહ ચાવડાને નોટિસ અપાઈ છે. જ્યાં આ મામલે પૂછપરછ બાદ આ લોકોના નિવેદનોને રેકોર્ડ કરાશે.
આરોપી કમલજીતે તેના સગાંસંબંધીઓના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. ઉપરાંત તે નોલેજ પાર્ટનરને 70% હિસ્સો આપવાનો હતા તેના કરતાં વધુ રૂપિયા આપ્યા હતા.
આ કૌભાંડના સોલ્યુશન માટે ક્રાઇમ બ્રાન્ચની જે તે સમયની એડવાઇઝરી કમિટીને પણ બોલાવવામાં આવી રહી છે.