ગુજરાતની એસટી બસ શ્રદ્ધાળુઓને લઈને પ્રયાગરાજ જશે
AC વોલ્વો બસ મહાકુંભ સ્નાન માટે અમદાવાદથી શરૂ કરાઈ

ગુજરાત સરકારે મહાકુંભ માટે ગુજરાતીઓને કરી આપી સુવિધા
ગુજરાતી શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા GSRTC દ્વારા દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ AC વોલ્વો બસનું સંચાલન કરવામાં આવશે.
આગામી 27મી જાન્યુઆરી સોમવારથી આ AC વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે.
ત્યારબાદ દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે.
• 3 રાત્રિ/4 દિવસનું પેકેજ ₹8,100/ પ્રતિ વ્યક્તિ, આ પેકેજમાં તમામ 3 રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે.
આ તમામ દિવસોમાં જમવાની સગવડતા યાત્રીઓએ પોતાના સ્વખર્ચે કરવાની રહેશે (GSRTC દ્વારા જમવાનું આપવામાં નહી આવે)
પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગ તારીખ 25/01/2025થી એસ.ટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે.