કોલ્ડપ્લે માટે તંત્રના રુટીનમાં ચેન્જ-ડે
તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટેશનમાં વધારા થશે!

25-26 જાન્યુઆરીના રોજ શહેરમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ થઈ રહ્યો છે. જેને કારને શહેરના ટ્રાન્સપોર્ટેશન મોટા પાયે વધારા ઘટાળા જોવા મળશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થનાર આ ઇન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટમાં મોટી માત્રમાં શ્રોતાઓ, વીઆઇપી અતિથિઓ અને સુપર સ્ટાર વગેરે આવવાના છે. આવામાં સમગ્ર શહેરનું આંતરિક ટ્રાન્સપોર્ટેશન અને નેશનલ અને ઇન્ટરનેશનલ એર ટ્રાવેલ વગેરેમાં મોટા ફેરફાર જોવા મળશે.

મળતી માહિતી મુજબ જો આ તારીખોમાં એર ટ્રાવેલ કરવાનું હોય તો તે દિવસે એરપોર્ટ પર 3 કલાક વહેલા જવાની ગાઈડલાઇન આપવામાં આવશે.
વીઆઇપી મુવમેન્ટ વધુ હોવાથી પેસેન્જરોના લગેજ પણ બે વાર ચેક થશે. ચાર્ટર ફ્લાઇટ્સ પ્રાઇવેટ પ્લેન વગેરેની અવર જવર વધશે.
ઉપરાંત 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસને પગલે અમદાવાદથી દિલ્લી જતી 14 ફ્લાઇટ રદ કરવામાં આવી છે.
કોન્સર્ટને ધ્યાનમાં લઈ પશ્ચિમ રેલ્વેએ પણ મુંબઈ થી અમદાવાદ વિન્ટર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.
ઉપરાંત શહેરના લોકલ ટ્રાન્સપોર્ટેશનમાં પણ ઘણા ફેરફાર જોવા મળશે.

જ્યાં મેટ્રો તેની ટ્રેન ફ્રિક્વન્સી વધારશે. જ્યાં મોડે સુધી લોકોને સુવિધા મળી રહે અને કોન્સર્ટમાં આવનાર લોકોને ભીડનો ભોગ ન બનવું પડે.